કયા ટેરરિસ્ટ્સથી બૉલીવુડને બચાવવા માગે છે કંગના રનોટ?

20 September, 2020 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કયા ટેરરિસ્ટ્સથી બૉલીવુડને બચાવવા માગે છે કંગના રનોટ?

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને વિવિધ આતંકવાદીઓ જેવા કે નેપોટિઝમ, ડ્રગ-માફિયા, સેક્સિઝમ, પાયરસી અને કામગારોનાં થતાં શોષણથી બચાવવાની જરૂર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે રાજ્યમાં મોટી ફિલ્મસિટી બનાવવાની જરૂર છે. તેમની પ્રશંસા કરતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘યોગી આદિત્યનાથજી તમારી આ જાહેરાત ખરેખર પ્રશંસાને પાત્ર છે. આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણા સુધારા લાવવાની જરૂર છે. સૌપ્રથમ આપણને તો માત્ર એક મોટી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની જરૂર છે, જેને આપણે ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રી કહી શકીએ. આપણે વિવિધ પરિબળો દ્વારા વિભાજિત થઈ ગયાં છીએ. હૉલીવુડ ફિલ્મોને એનો લાભ મળે છે. એક જ ઇન્ડસ્ટ્રી, પરંતુ અનેક ફિલ્મ સિટીઝ.’

સાથે જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને વિવિધ આતંકવાદીઓથી બચાવવા સંદર્ભે ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણને આપણી ઇન્ડસ્ટ્રીને વિવિધ આતંકવાદીઓ ઉદાહરણ તરીકે નેપોટિઝમ, ડ્રગ-માફિયા, સેક્સિઝમ, પાયરસી, ધાર્મિક અને કામગારોનાં થતાં શોષણની સાથે જ ટૅલન્ટનાં થતાં શોષણથી બચાવવાની જરૂર છે.’

સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મોમાં એટલી તાકાત છે કે એ આખા રાષ્ટ્રને એક તાંતણાથી બાંધી શકે છે, પરંતુ સૌપ્રથમ તો જે પણ ઇન્ડસ્ટ્રીની અલગ-અલગ ઓળખ છે એ બધાને એકસૂત્રમાં બાંધીને અખંડ ભારતમાં સમાવેશ કરો. એનાથી આપણે વિશ્વમાં પહેલું સ્થાન મેળવી શકીશું.’

entertainment news bollywood bollywood news kangana ranaut twitter