મનાલીમાં કંગના શરૂ કરશે કૅફે અને રેસ્ટોરાં

24 February, 2021 11:00 AM IST  |  Mumbai | Agencies

મનાલીમાં કંગના શરૂ કરશે કૅફે અને રેસ્ટોરાં

મનાલીમાં કંગના શરૂ કરશે કૅફે અને રેસ્ટોરાં

કંગના રનોટે ફૂડ ઍન્ડ બેવરેજ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. તેણે ગઈ કાલે મનાલીમાં તેના કેટલાક ફોટો શૅર કર્યા હતા જે જગ્યા પર તે કૅફે શરૂ કરશે. ફિલ્મોની સાથે તે ફૂડને લઈને પણ ખૂબ જ પૅશનેટ છે અને એથી જ તેણે આ કૅફે ઍન્ડ રેસ્ટોરાં શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ ફોટોને શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા નવા બિઝનેસ મારા સપનાને તમારી સાથે શૅર કરી રહી છું. ફિલ્મોની સાથે ફૂડમાં પણ મારું ખૂબ જ પૅશન છે અને એથી જ હું ફૂડ ઍન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીમાં નાનકડું સ્ટેપ ભરી રહી છું. હું મનાલીમાં મારી પહેલી રેસ્ટોરાં અને કૅફે શરૂ કરી રહી છું. મારી ટીમે આ ખૂબ જ અદ્ભુત સપનું જોયું હોવાથી હું તેમનો આભાર માનું છું.’

kangana ranaut bollywood bollywood news bollywood ssips manali entertainment news