કંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ

19 January, 2021 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ

ધાકડનું પોસ્ટર

કંગના રનોટની ‘ધાકડ’ પહેલી ઑક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. એનું પોસ્ટર કંગનાએ શૅર કર્યું છે. પોસ્ટરમાં કંગના ખૂબ જ આક્રમક દેખાઈ રહી છે. તેના હાથમાં તલવાર છે. તે એજન્ટ અગ્નિના પાત્રમાં જોવા મળશે. તેનો ઍક્શન અવતાર દેખાવાનો છે. ફિલ્મમાં અર્જુન રામપાલ પણ જોવા મળશે. આ પોસ્ટરને ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘તે નિર્ભય અને આક્રમક છે. તે એજન્ટ અગ્નિ છે. ભારતની પહેલી મહિલાના નેતૃત્વવાળી ઍક્શન-થ્રિલર ‘ધાકડ’ 2021ની પહેલી ઑક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’

entertainment news bollywood bollywood news upcoming movie kangana ranaut