ધાકડની ટીમે કરી કંગના સાથે મધ્ય પ્રદેશના સીએમ સાથે મુલાકાત

11 January, 2021 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધાકડની ટીમે કરી કંગના સાથે મધ્ય પ્રદેશના સીએમ સાથે મુલાકાત

ધાકડની ટીમ મધ્ય પ્રદેશના સીએમ સાથે

કંગના રનોટે ‘ધાકડ’ની ટીમ સહિત મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ ફિલ્મને રનીશ ઘાઈ ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં કંગના એક જાસૂસના રોલમાં દેખાશે. ફિલ્મમાં તેની શાનદાર ઍક્શન જોવા મળશે. એના માટે તેણે મનાલીમાં ખાસ ટ્રેઇનિંગ લીધી હતી. અર્જુન રામપાલ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મની ટીમ હાલમાં ભોપાલ પહોંચી છે. મુલાકાતનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ટીમ ‘ધાકડ’એ માનનીય મુખ્ય પ્રધાન શિવરાજ સિંહજી સાથે મુલાકાત કરી હતી. આજે અમને જાણવા મળ્યું છે કે લોકો તેમને શું કામ પ્રેમથી મામા કહીને બોલાવે છે. ખૂબ જ વિનમ્ર, દયાળુ અને પ્રભાવિત કરનારા. સર, તમારી શાલીનતા અમને સ્પર્શી ગઈ છે.’

entertainment news bollywood bollywood news upcoming movie kangana ranaut