બે ભાગમાં બનશે જયલલિતાની બાયોપિક, ફિલ્મ માટે વજન વધારશે કંગના

06 August, 2019 12:05 PM IST  |  મુંબઈ

બે ભાગમાં બનશે જયલલિતાની બાયોપિક, ફિલ્મ માટે વજન વધારશે કંગના

કંગના ભજવવાની છે જયલલિથાનું પાત્ર

દક્ષિણ ભારતના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર કદાવર રાજકીય નેતા જયલલિતાની બાયોપિક પર કામ શરૂ થઈ ચૂક્યુ છે. ખાસ વાત એ છે કે જયલલિતાની બાયોપિક બે ભાગમાં બનવાની છે. ફિલ્મમાં જયલલિતાનું પાત્ર ભજવી રહેલી કંગના રનોતે આ વાતને સમર્થન આપ્યું છે. કંગનાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે,'અમે આ ફિલ્મને બે ભાગમાં બનાવવા જઈ રહ્યા છીએ. પહેલા પાર્ટમાં અમે જયલલિતાની જિંદગીના શરૂઆતના દિવસો બતાવીશું. આ ફિલ્મની સ્ટોરી ત્યારથી શરૂ થશે જ્યારે જયલલિતા 16 વર્ષની હતી. તો બીજા પાર્ટમાં તેમની 40 વર્ષની ઉંમરની બાદની જિંદગી દર્શાવવામાં આવશે.'

જયલલિતાની બાયોપિક જુદી જુદી ભાષામાં બનવાની છે. આ ફિલ્મના સાઉથ ઈન્ડિયન વર્ઝન માટે કંગના તમિલ ભાષા શીખવાની છે. આ પહેલા કંગનાએ તનુ વેડ્સ મનુ રિટર્ન્સમાં હરિયાણી એક્સેન્ટ અને જજમેન્ટલ હૈ ક્યાના પોતાના કેરેક્ટર માટે ડિફરન્ટ એક્સેન્ટને બરાબર અપનાવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ સાહો માટે શ્રદ્ધા કપૂરે પણ તેલુગુ ભાષા શીખી છે. આ ઉપરાંત જયલલિતાના રોલમાં ફિટ બેસવા માટે કંગના રનૌત વજન પણ વધારશે. મળતી માહિતી પ્રમાણે કંગના 8 કિલો જેટલું વજન વધારવાની છે.

આ પણ જુઓઃ Kajol: જુઓ બોલીવુડની બ્યૂટીફુલ એક્ટ્રેસના રૅર ફેમિલી ફોટોઝ

જયલલિતાના પાત્ર માટે કંગનાની પસંદગીની સમીક્ષકો ટીકા કરી રહ્યા છે. તેમનું માનવું છે કે કદકાઠીમાં સમાનતા ન હોવા છતાં કંગના આ રોલ કેવી રીતે કરશે ? આ ઉપરાંત સમીક્ષકોનું કહેવું છે કે કંગનાનું બેકગ્રાઉન્ડ પણ દક્ષિણ ભારતનું નથી તો પછી તે જયલલિતા જેવી એક્સેન્ટ કેવી રીતે અપનાવશે. ઉલ્લેખનીય છે કે ફરી એકવાર સમીક્ષકોને જવાબ આપવા માટે કંગનાએ પોતાના પાત્ર માટે ખૂબ જ મહેનત કરવી પડશે.

kangana ranaut bollywood entertaintment