Kangana Ranautએ પહેરી 600 રૂપિયાની સાડી, હાથમાં હતું 2 લાખનું પર્સ

19 August, 2019 05:02 PM IST  |  મુંબઈ

Kangana Ranautએ પહેરી 600 રૂપિયાની સાડી, હાથમાં હતું 2 લાખનું પર્સ

કંગના

બૉલીવુડ એક્ટ્રેસ કંગના રાનોત એક ફૅશન આઈકન પણ છે એની ફૅશનના લાખો લોકો દીવાના છે. બૉલીવુડમાં ભલે તે અન્ય કારણોથી ચર્ચામાં રહે છે, પરંતુ તે પોતાના ફૅશન સ્ટાઈલથી લોકોને આકર્ષિત કરી લે છે. હંમેશા લોકોનું માનવુ છે કે હીરોઈન સ્ટાઈલિશ દેખાવા માટે ઘણા મોંઘા કપડા અને એસેસરીઝનો ઉપયોગ કરે છે.

હાં, કંગના રાનોત હાલમાં જ એરપોર્ટ પર સાડીના લૂકમાં એરપોર્ટ પર જોવા મળી હતી, જેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. ખાસ વાત એ છે કે કંગનાએ જે સાડી પહેરી હતી, એની કિંમત માત્ર 600 રૂપિયા છે. તમે ભલે જ આ કિંમત વિશે જાણીને હેરાન થઈ જશો, પરંતુ આ વાત સાચી છે. એની બહેન રંગોલીએ પોતે આ વાતની જાણકારી આપી છે કે કંગનાએ 600 રૂપિયાની સાડી પહેરી રાખી છે.

તે દરમિયાન કંગનાએ પેસ્ટલ કલરની કૉટન સાડી પહેરી હતી, જેમાં પહોળી બૉર્ડર હતી. આ સિમ્પલ સાડીની સાથે કંગનાએ બ્લેક કલરનો ઓવરકોટ કેરી કર્યો હતો. રંગોલીએ ટ્વિટમાં જાણકારી આપી છે, જયપુર જતા સમયે કંગનાએ જે સાડી પહેરી છે, એની કિંમત 600 રૂપિયા છે. આ સાડી એમણે કોલકત્તાથી લીધી હતી. સાડીને ખરીદતા સમયે સાડીની કિંમત જાણીને કંગના હેરાન હતી આટલી સારી ઑર્ગેનિક કૉટન સાડીને બનાવવા માટે લોકો આટલી મહેનત કરે છે અને આની માટે આટલી કિંમત મળે છે.

આ પણ જુઓ : મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

કંગનાએ ભલે સાડી 600 રૂપિયાની પહેરી છે, પરંતુ પોતાની સાથે કંગનાએ જે બેગ કેરી કરી છે એ ઘણી મોંઘી છે. રિપોર્ટ અનુસાર કંગનાએ પ્રાડાની એક બેગ લીધી હતી, જેની કિંમત 2 લાખ રૂપિયા છે. સાથે જ એમણે જે ચશ્મા પહેર્યા છે, તે એના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

kangana ranaut bollywood news