‘ચન્દ્રમુખી 2’ના ક્લાઇમૅક્સ સૉન્ગનું રિહર્સલ શરૂ કર્યું કંગનાએ

31 January, 2023 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૫માં આવેલી રજનીકાન્ત અને જ્યોતિકા સર્વાનનની આ સીક્વલ છે.

ચન્દ્રમુખી 2’ના ક્લાઇમૅક્સ સૉન્ગનું રિહર્સલ શરૂ કરી દીધું છે. આ ગીતને ગોલ્ડન ગ્લોબના વિજેતા શ્રી એમ. એમ. કીરાવાનીજીએ કમ્પોઝ કર્યું છે.

કંગના રનોટે તેની આગામી ફિલ્મ ‘ચન્દ્રમુખી 2’ના ક્લાઇમૅક્સ સૉન્ગનું રિહર્સલ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે રાઘવ લૉરેન્સ પણ લીડ રોલમાં દેખાશે. પી. વાસુ એને ડિરેક્ટ કરશે. ૨૦૦૫માં આવેલી રજનીકાન્ત અને જ્યોતિકા સર્વાનનની આ સીક્વલ છે. ‘ચન્દ્રમુખી 2’માં કંગના રાજાના દરબારની પ્રખ્યાત નર્તકીના રોલમાં દેખાશે. ફિલ્મના ગીતના રિહર્સલનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું કે ‘કલા માસ્ટરજી સાથે ‘ચન્દ્રમુખી 2’ના ક્લાઇમૅક્સ સૉન્ગનું રિહર્સલ શરૂ કરી દીધું છે. આ ગીતને ગોલ્ડન ગ્લોબના વિજેતા શ્રી એમ. એમ. કીરાવાનીજીએ કમ્પોઝ કર્યું છે. લેજન્ડરી ડિરેક્ટર શ્રી પી. વાસુજીએ ડિરેક્ટ કરી છે. મારા માટે આ સન્માનની વાત છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut upcoming movie