06 March, 2025 06:55 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનૌત કર્ણાટકની મુલાકાતે હતી અને તેણે આ મુલાકાત દરમ્યાન કતીલમાં આવેલા દેવી શ્રી દુર્ગા પરમેશ્વરીના અને કપુ ખાતે આવેલા શ્રી હેલ મરિયમ્મા મંદિરમાં માતાનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. કંગનાએ એ મુલાકાત દરમ્યાન ગુલાબી અને લાલ રંગની પરંપરાગત સાડી અને જ્વેલરી પહેર્યાં હતાં. તેણે બન્ને મંદિરોમાં પૂજા કરી હતી અને ધ્યાન પણ ધર્યું હતું.