ગુમાવવા માટે મારી પાસે કંઈ નથી : કંગના રનોટ

29 July, 2019 10:16 AM IST  |  મુંબઈ

ગુમાવવા માટે મારી પાસે કંઈ નથી : કંગના રનોટ

નવી કાર સાથે કંગના

કંગના રનોટનું કહેવું છે કે તેની પાસે ગુમાવવા માટે કંઈ નથી. ૨૬ જુલાઈએ તેની ‘જજમેન્ટલ હૈ ક્યા’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેણે બૉબી નામનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ અગાઉ તેની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ રિલીઝ થઈ હતી. એવામાં રાણીનું પાત્ર ભજવ્યા બાદ ‘જજમેન્ટલ હૈ ક્યા’માં મેન્ટલની ભૂમિકા તેણે કેમ સ્વીકારી એ વિશે પૂછવામાં આવ્યું હતું. એ સવાલનો જવાબ આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ માનસિક રૂપે અક્ષમ વ્યક્તિની છે. તે પૂરી રીતે મૂર્ખ છે. રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યા બાદ મારા માટે આ પાત્ર ભજવવું પર્ફેક્ટ છે. લક્ષ્મીબાઈ યોગ્યતાનું ઉત્તમ ઉદાહરણ હતી. તે દેવી સમાન હતી. હું એવું પાત્ર ભજવવા માગતી હતી જેને સોસાયટીમાં પૂરી રીતે નકારવામાં આવતું હોય. જેને વિશ્વમાં પણ કોઈ સ્વીકારતું ન હોય. એથી બૉબી બનવું એ કુદરતી પ્રગતિ હતી.’

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાના સિદ્ધાંતો પર કાયમ રહેતી કંગનાએ કહ્યું હતું કે ‘મને એ વસ્તુ પરથી તાકાત મ‍ળે છે કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. હું કોઈ કામ કરવા માટે બંધાયેલી નથી. મારા માટે કોઈ ચોક્કસ નિયમો નથી. કેટલીક વસ્તુઓ છે જે મારા પક્ષમાં કામ કરી જાય છે.’

આ પણ વાંચોઃ તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો

કંગના રનોટે ખરીદી એક નવી કાર

કંગના રનોટે એક નવી લક્ઝુરિયસ કાર ખરીદી છે. આ મર્સિડીઝ કારનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. કંગના તેના મનાલીના બંગલોની બહાર આ કાર સાથે ઊભેલી દેખાય છે. આ કારની ડિલ‌િવરી જલદી નથી થતી. કંગનાને આશા હતી કે તેને આ કાર નવેમ્બરમાં મળશે, પરંતુ સમય પહેલાં કાર મળી જતાં તે ખુશ છે. કંગનાની ‘જજમેન્ટલ હૈ ક્યા’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. આવી રીતે કંગના માટે તો આ ડબલ સેલિબ્રેશન છે.

kangana ranaut bollywood rajkummar rao