08 May, 2023 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટને સોશ્યલ મીડિયા યુઝરે નકલી ફૉલોઅર્સ ખરીદવાની સલાહ આપી હતી અને કંગનાએ તેની આ સલાહને નકાર આપ્યો છે. સોશ્યલ મીડિયા યુઝરે ટ્વિટર પર લખ્યું કે ‘કંગના તું ટૉપની ઍક્ટ્રેસ છે તો તારે પણ અન્ય ઍક્ટ્રેસિસની જેમ ખોટા ફૉલોઅર્સ ખરીદવા જોઈએ. તું તેમના કરતાં વધુ મેળવવાને હકદાર છે.’
તેને જવાબ આપતાં કંગનાએ લખ્યું કે ના, હું નથી ચાહતી કે મારા ફૅન્સ સાથે થઈ રહેલી પર્સનલ વાતોને ઘણાબધા લોકો વાંચે. જો ફૉલોઅર્સ ઓછા થશે તો ચાલશે. ભગવાન કૃષ્ણએ જણાવ્યું છે કે જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી કોઈ કીમતી વસ્તુ ન આપવી જોઈએ. આવી વસ્તુનાં પરિણામ ખૂબ માઠાં હોય છે.