ભાણેજ પૃથ્વીરાજ સાથેનો ફોટો શૅર કરીને કંગનાએ કહ્યું...

23 November, 2020 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાણેજ પૃથ્વીરાજ સાથેનો ફોટો શૅર કરીને કંગનાએ કહ્યું...

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

કંગના રનોટે તેનાં ભાણેજ પૃથ્વીરાજ સાથેનો ફોટો શૅર કરીને જણાવ્યું હતું કે તેને કામ પર જવાની ના પાડી રહ્યો હતો. પૃથ્વીરાજ તેની બહેન રંગોલી ચંડેલનો દીકરો છે. કંગનાએ ‘થલાઇવી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. પૃથ્વીરાજ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘અમે જ્યારે શૂટિંગ માટે નીકળી રહ્યા હતા તો તેણે મને કહ્યું કે ન જાઓ. મેં તેને કહ્યું કે મારે કામ કરવું જરૂરી છે. તેણે કંઈક વિચાર્યું અને તરત મારા ખોળામાં આવીને બેસી ગયો. બાદમાં હસતાં-હસતાં કહ્યું કે ઠીક છે તમે જાઓ, પરંતુ મને બે મિનિટ તમારી સાથે બેસવા દો. એના વિશે વિચારીને હજી પણ મારી આંખોમાં આંસુ આવી જાય છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut