ધાકડ મોડ ઑન

21 November, 2020 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધાકડ મોડ ઑન

તસવીર સૌજન્ય: ટ્વીટર

કંગના રનોટ તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ની જોરદાર તૈયારી કરી રહી છે. રજનીશ ઘાઈના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં તે જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. સાથે-સાથે તે હૈદરાબાદમાં ‘થલાઇવી’નું શૂટિંગ પણ કરી રહી છે. ‘ધાકડ’ની તૈયારીનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મલ્ટિ ટાસ્ક કરવું મને નથી પસંદ, પરંતુ વર્તમાન સમયમાં શરૂઆત કરવી જરૂરી છે. હું એક ઘોડાની જેમ કામ કરી રહી છું. એથી ‘થલાઇવી’ના શૂટિંગ સિવાય હું ‘ધાકડ’નું રિહર્સલ જેસન એન. જી. સાથે કરી રહી છું. મારા પ્રેમાળ ડિરેક્ટર રજનીશ ઘાઈને મળીને પણ સારું લાગ્યું છે.’

entertainment news bollywood bollywood news upcoming movie kangana ranaut