ત્રણ ફ્લૅટને તોડીને એક કરવાના આરોપસર હાઈ કોર્ટમાં લડશે કંગના

03 January, 2021 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ ફ્લૅટને તોડીને એક કરવાના આરોપસર હાઈ કોર્ટમાં લડશે કંગના

કંગના રનોટ

કંગના રનોટ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે ખારમાં આવેલા ત્રણ ફ્લૅટને તોડીને એક બનાવ્યો છે એથી તેણે હાઈ કોર્ટમાં જવાની તૈયારી દેખાડી છે. ૧૬ ફ્લોરના બિલ્ડિંગમાં તે પાંચમા ફ્લોર પર રહે છે. તેણે ફ્લૅટની અંદર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો બીએમસીએ દાવો કર્યો છે. એ બદલ તેને ૨૦૧૮માં બીએમસીએ નોટિસ પણ મોકલાવી હતી. જોકે બાદમાં આ મામલો ઠંડો પડી ગયો હતો. ગયા વર્ષે કંગનાની ઑફિસમાં બીએમસીએ આવીને તોડફોડ કરી હતી. બાદમાં બૉમ્બે હાઈ કોર્ટે એના પર સ્ટે ઑર્ડર આપ્યો હતો. હવે ફરીથી તેના ફ્લૅટનો મામલો ઊછળતાં ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મહાવિનાશકારી સરકાર ખોટો પ્રચાર કરી રહી છે. મેં કોઈ પણ ફ્લૅટ્સને જોડીને નથી બનાવ્યા. આખા બિલ્ડિંગનું બાંધકામ જ એ પ્રકારે કરવામાં આવ્યું છે. દરેક ફ્લોર પર એક જ અપાર્ટમેન્ટ છે. એ રીતે જ મેં એ ખરીદ્યો હતો. બીએમસી માત્ર મારી કનડગત કરી રહી છે. હું હવે હાઈ કોર્ટમાં જઈને લડવાની છું.’

entertainment news bollywood bollywood news kangana ranaut