ઈરા ખાનના ડિપ્રેશન વિશે કંગના રનોટે કહ્યું...

13 October, 2020 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈરા ખાનના ડિપ્રેશન વિશે કંગના રનોટે કહ્યું...

ઈરા ખાન, કંગના રનોટ

આમિર ખાનની દીકરી ઈરા ખાન ડિપ્રેશનનો શિકાર બની છે એ વાતને લઈને કંગના રનોટે જણાવ્યું હતું કે જે પરિવાર તૂટી જાય છે તેમનાં બાળકો માટે આ બાબત કપરી બની જાય છે. ઈરાએ જણાવ્યું હતું કે તે છેલ્લાં ચાર વર્ષથી ડિપ્રેશનનો ભોગ બની છે. એને લઈને ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું 16 વર્ષની હતી ત્યારે મારી સાથે મારપીટ કરવામાં આવી હતી. ઍસિડ અટૅકનો ભોગ બનેલી મારી બહેનની મેં એકલીએ સંભાળ લીધી હતી. સાથે જ મીડિયાની નારાજગીનો પણ સામનો કરી રહી છું. ડિપ્રેશનનાં અનેક કારણો હોઈ શકે છે, પરંતુ ભગ્ન થઈ ગયેલાં કુટુંબોનાં બાળકો માટે આ ખરેખર ખૂબ કપરું બની જાય છે. પારંપરિક પરિવારની પ્રણાલી હોવી જરૂરી છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut aamir khan