મુંબઇથી રવાના થતી કંગનાએ કહી આ મોટી વાત, જ્યારે રક્ષક જ બને ભક્ષક...

14 September, 2020 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇથી રવાના થતી કંગનાએ કહી આ મોટી વાત, જ્યારે રક્ષક જ બને ભક્ષક...

કંગના રણોત VS સંજય રાઉત

કંગના (Kangana Ranaut) રણોત અને મહારાષ્ટ્ર (Maharashtra Government) સરકાર વચ્ચે તણાવ અને રસ્સાકસી વચ્ચે કંગના આજે મુંબઈ (Mumbai)થી મનાલી (Manali) માટે રવાના થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતાં તણાવ વચ્ચે આજે કંગનાએ મુંબઈથી બહાર રવાના થતાં પહેલા ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ હુમલો કર્યો છે. કંગનાએ મુંબઇનું પીઓકે (POK)વાળું નિવેદન ફરી કહ્યું.. કંગનાએ મુંબઇ શહેરની તુલના પીઓકે સાથે કરી હતી. બોલીવુડ (Bollywood Actress) અભિનેત્રી આજે મુંબઇથી ફરી હિમાચલ (Himachal Pradesh) પ્રદેશના મનાલી (Manali) સ્થિત પોતાના ઘરે પાછી જઈ રહી છે.

મુંબઇથી રવાના થતાં પહેલાં કંગનાએ એક ટ્વીટ કરીને મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર હુમલો કર્યો છે. કંગનાએ એક ટ્વીટમાં લખ્યું છે કે ભારે હૈયે મુંબઇ છોડી રહી છું, જે રીતે હાલ સતત મને દુઃખી કરવામાં આવી છે અને મારા કામની જગ્યા પછી હવે મારું ઘર તોડવાના સતત પ્રયત્નો અને હુમલાઓમાં અને ગાળો દેવામાં આવી, મારી ચારેય બાજુ સતર્ક સુરક્ષા હતી, મારે એ તો કહેવું જ જોઇએ કે મારી પીઓકેવાળી વાત સાચ્ચી હતી.

અન્ય એક ટ્વીટમાં કંગનાએ લખ્યું, "જ્યારે રક્ષક જ ભક્ષક થવાની જાહેરાત કરી રહ્યા છે. ઘડિયાળ બની લોકતંત્રનું ચીરહરણ કરી રહ્યા છે, મને કમજોર સમજવાની મોટી ભૂલ કરી રહ્યા છે. એક મહિલાને ડરાવીને તેને હીન દર્શાવીને, પોતાની ઇમેજ ધૂળ કરી રહ્યા છે."

જણાવવાનું કે મુંબઇ આવતાં પહેલા કંગનાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેને 7 દિવસથી વધારે મુંબઇમાં રહેવાનું નહોતું, તેથી તેને મહારાષ્ટ્ર સરકારના ક્વૉરંટીન નિયમોમાંથી છૂટ મળી. મનાલી પાછા ફરતાં પહેલા કંગનાએ રવિવારે મહારાષ્ટ્ર ગવર્નર ભગતસિંહ કોશ્યારી સાથે ખાસ મુલાકાત કરી હતી. કંગનાએ આ મુલાકાત ખૂબ જ સારી જણાવી હતી.

 

આ મુલાકાત પછી કંગનાએ ટ્વિટર પર ગવર્નર સાથે કેટલીક તસવીરો શૅર કરીને લખ્યું હતું કે, હજી થોડીવાર પહેલા જ મેં મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગત સિંહ કોશ્યારીજી સાથે ખાસ મુલાકાત કરી. આ દરમિયાન મેં તેમને મારી વાત સમજાવી અને એ પણ રિક્વેસ્ટ કરી છે કે મને ન્યાય આપવામાં આવે. આ સામાન્ય નાગરિક અને ખાસ કરીને દેશની દીકરીઓમાં વિશ્વાસ જન્માવશે.

જણાવવાનું કે કંગના અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ ત્યાર શરૂ થયો જ્યારે તેણે મુંબઇ વિશે અપમાનજનક ટિપ્પણી કરી. કંગનાએ મુંબઇ શહેરની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી અને શહેરની પોલીસ ફોર્સને ખોટાં કહ્યા. જેના પછી શિવસેનાના કેટલાક નેતાઓએ તેનો જવાબ આપ્યો અને આ બધું શરૂ થયું.

kangana ranaut shiv sena mumbai mumbai news bollywood bollywood news bollywood gossips