કંગના રનૌતે કહ્યું, "જો હું હ્રિતિક બની તો સૌથી પહેલા કરીશ આ કામ"

29 September, 2019 07:56 PM IST  |  મુંબઈ ડેસ્ક

કંગના રનૌતે કહ્યું, "જો હું હ્રિતિક બની તો સૌથી પહેલા કરીશ આ કામ"

કંગના રનૌત

કંગના રનૌત અને હ્રિતિક રોશન વચ્ચેના વિવાદ વિશે હવે તો બધાને ખબર પડી જ ગઈ છે. આ સ્ટોરી, 'સિલિ એક્સ'થી શરૂ થઈ અને તેની સાથે કેટલીય કૉન્ટ્રોવર્સીઝ જોડાતી ગઈ. વિવાદ એટલો વધ્યો છે કે હ્રિતિક રોશને આ કિસ્સાને લઇને કંગના રનૌતને લીગલ નોટિસ પણ મોકલવી પડી હતી.

વાત તો ત્યારે વણસી ગઈ જ્યારે કંગનાના વકીલે પણ તેના બચાવમાં કેટલાક પુરાવા રજૂ કર્યા. કંગના અને હ્રિતિકની આ લડાઇને 3 વર્ષ થઈ ગયા છે પણ મામલો હજી પણ ત્યાં નો ત્યાં જ છે. ક્યારેક ટ્વિટર પર કંગનાની બહેન રંગોલી તો ક્યારેક મીડિયા સામે કંગના હ્રિતિક વરુદ્ધ મનનો ગુસ્સો ઠાલવતી હોય છે.

ફરી એક વાર એવું જ થયું જ્યારે એક મીડિયા કાર્યક્રમ દરમિયાન કંગનાએ જ્યારે એક હાયપોથેટિકલ સવાલના જવાબમાં હ્રિતિક રોશન પર નિશાનો સાધ્યો. તેને પૂછવામાં આવ્યું કે જો તે સૂઇને હ્રિતિક રોશન તરીકે જાગે તો શું કરશે. આના જવાબમાં તેણે કહ્યું કે, "હું કંગનાને ફોન કરીને જે થયું તેની માટે તેની માફી માગી લઈશ."

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

જો કે આ સવાલનો જવાબ આપતી વખતે તે થોડી અન્કમ્ફર્ટેબલ જોવા મળી પણ દર્શકોના જોર કરવા પર તેણે આ જવાબ આપ્યો.

hrithik roshan kangana ranaut bollywood bollywood gossips bollywood news