કંગના રનોટને શા માટે હૃતિક રોશન અને આદિત્ય પંચોલી સારા લાગવા લાગ્યા?

28 November, 2020 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગના રનોટને શા માટે હૃતિક રોશન અને આદિત્ય પંચોલી સારા લાગવા લાગ્યા?

આદિત્ય પંચોલી, કંગના રનોટ, હૃતિક રોશન

છેલ્લા ઘણા સમયથી બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલતા વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સતત તેના દ્વારા આપવામાં આવતા સ્ટેટમેન્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. કંગના રનોટને લાગે છે કે મહારાષ્ટ્ર સરકારે તેને અપમાનિત કરી, તેનું શોષણ કર્યું તથા બદનામી કરી હતી. આ જોઈને તેને આદિત્ય પંચોલી (Aditya Pancholi) તથા હૃતિક રોશન (Hrithik Roshan) જેવા લોકો સારા વ્યક્તિ લાગવા લાગ્યા છે. કંગનાએ આ પ્રતિક્રિયા મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar)ના તે નિવેદન પર આપી છે, જેમાં તેમણે અભિનેત્રી માટે 'નટી' તથા 'દો ટેક કી' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

કંગના રનોટે ટ્વીટ કર્યું હતું કે, 'છેલ્લાં કેટલાંક મહિનામાં મેં મહારાષ્ટ્ર સરકારના હાથે એટલાં લીગલ કેસ, ગાળો, અપમાન તથા બદનામી સહન કર્યાં છે કે બૉલીવુડ માફિયા તથા આદિત્ય પંચોલી, હૃતિક રોશન જેવા લોકો સારા વ્યક્તિ લાગવા લાગ્યા છે. ખબર નહીં મારામાં એવું શું છે કે લોકોને આ હદે હેરાન કરે છે'.

શુક્રવાર, 27 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આના પર મેયર કહ્યું હતું, 'એક નટી, જે હિમાચલમાં રહે છે. તે અહીંયા આવીને આપણાં મુંબઈને PoK કહે છે. ત્યારબાદ તેની વિરુદ્ધ ફરિયાદ થાય છે. બે રૂપિયાના લોકો કોર્ટને પણ રાજકીય અખાડો બનાવવા માગે છે. તે ખોટું છે. જેવું તેને કામ કર્યું છે, ત્યારબાદ તમે જોયું હશે કે સોશિયલ મીડિયામાં તેને કેટલી ટ્રોલ કરવામાં આવી છે. અમે કોર્ટની અવમાનના કરવા માગતી નથી. કોર્ટના જજમેન્ટનો અભ્યાસ કરીશું.'

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી કંગના રનોટ હાલમાં હૈદરાબાદમાં ફિલ્મ 'થલાઈવી'નું શૂટિંગ કરી રહી છે. જ્યારે તેણે BMC પાસેથી બે કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. હાઈકોર્ટે નુકસાનના અંદાજ માટે સર્વેયરની નિયુક્તિ કરી છે. માર્ચ, 2021 સુધી તે કોર્ટમાં રિપોર્ટ આપશે. આ સાથે જ કંગનાને જાહેરમાં નિવેદનો આપતી વખતે સંયમ રાખવાનું કહ્યું છે.

entertainment news bollywood bollywood news kangana ranaut aditya pancholi hrithik roshan