24 December, 2025 12:38 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઝારખંડના દેવઘરમાં આવેલા વૈદ્યનાથ જયોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં કંગના રનૌતે
ઍક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશના મંડીની BJPની સંસદસભ્ય કંગના રનૌતે હાલમાં ઝારખંડના દેવઘરસ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તેમ જ વાસુકિ ધામનાં દર્શન કર્યાં. તેણે આ પવિત્ર જ્યોતિર્લિંગ ધામમાં વિધિવિધાન સાથે પૂજા-અર્ચના કરી અને મહાદેવના આશીર્વાદ મેળવ્યા. કંગનાએ તેની આધ્યાત્મિક યાત્રાની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરો સાથે કંગનાએ કૅપ્શન લખી છે કે ‘આજે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ અને વાસુકિ ધામનાં દર્શન કર્યાં. આ મારું નવમું જ્યોતિર્લિંગ દર્શન છે, હજી ત્રણ બાકી છે. ડિસેમ્બર મહિનો પૂરો થાય એ પહેલાં તમામ ૧૨ જ્યોતિર્લિંગોનાં દર્શન પૂર્ણ કરવાનો ઇરાદો છે.’
મંદિરનાં દર્શન કર્યા બાદ કંગનાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘મેં પહેલી વખત અહીં પ્રાર્થના કરી છે. હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી અને ધન્ય અનુભવું છું. મારી ઇચ્છા છે કે મને વારંવાર અહીં આવવાનો અવસર મળે. મેં બાબા પાસે તમામ લોકોનાં સુખ-સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી છે.’