25 October, 2023 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
ગઈ કાલે ફ્લાઇટમાં કંગના રનોટની મુલાકાત નૅશનલ સિક્યૉરિટી સલાહકાર અજિત ડોભાલ સાથે થઈ હતી. કંગના તેમને લકી માને છે. ઇન્ડિયન ઍરફોર્સ પર આધારિત કંગનાની ‘તેજસ’ ૨૭ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં કંગના ઍરફોર્સ ઑફિસર તેજસ ગિલના રોલમાં શાનદાર ઍક્શન કરતી અને દુશ્મનોના દાંત ખાટા કરતી જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મને ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને અન્ય ઑફિસર્સને દેખાડવામાં આવી હતી. ગઈકાલે દશેરા હોવાથી કંગનાના હાથે દિલ્હીના લવકુશ રામલીલામાં રાવણ દહન કરવામાં આવ્યુ હતું. પહેલી વખત એવુ બન્યુ કે જ્યારે કોઈ મહિલાના હાથે રાવણનું દહન કરવામાં આવ્યુ હોય. અજિત ડોભાલ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આજે નસીબ ખૂબ જોર કરી રહ્યું છે. આજે સવારે મારી સાથે ફ્લાઇટમાં મારી બાજુમાં કોણ બેઠું હતું? અન્ય કોઈ નહીં, ગ્રેટ અજિત ડોભાલ. આ અઠવાડિયે ‘તેજસ’ રિલીઝ થવાની છે. એવામાં મારી મુલાકાત આપણા સૈનિકોના પ્રેરણાસ્રોત નૅશનલ સિક્યૉરિટી સલાહકાર અજિત ડોભાલજી સાથે થઈ. મારા માટે આ શુભ સંકેત છે. જય હિન્દ.’