કંગના રનોટે ભિવંડીના બિલ્ડિંગની ઘટનાને પુલવામાના ટેરર અટૅક સાથે સરખાવી

25 September, 2020 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનોટે ભિવંડીના બિલ્ડિંગની ઘટનાને પુલવામાના ટેરર અટૅક સાથે સરખાવી

કંગના રનોટ

ભિવંડીનું બિલ્ડિંગ તૂટી પડતાં કંગના રનોટે મહારાષ્ટ્ર સરકારની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેણે આ ઘટનાને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા સાથે સરખાવી છે. એ ઘટનામાં 40 લોકોનાં અવસાન થયાં છે. કંગના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે શબ્દો દ્વારા વૉર ચાલી રહી છે. તાજેતરમાં જ બીએમસીએ તેની ઑફિસ અને ઘરને પણ તોડી પાડ્યું હતું. એને લઈને ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત અને બીએમસી મારું ઘર ગેરકાયદે રીતે તોડી રહ્યા હતા. એ વખતે આ બિલ્ડિંગ પર ધ્યાન આપ્યું હોત તો આજે આ 50 લોકો જીવિત હોત. આટલા તો પુલવામામાં પાકિસ્તાને કરેલા હુમલામાં પણ જવાનો શહીદ નહીં થયા હોય જેટલા નિર્દોષોને તમારી બેદરકારીએ મારી નાખ્યા છે. ભગવાન જાણે શું થશે મુંબઈનું.’

entertainment news bollywood bollywood news kangana ranaut pulwama district