શેહલા રાશિદ અને તેના પિતાની લડાઈમાં વચ્ચે કૂદતાં કંગના રનોટે કહ્યું...

02 December, 2020 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેહલા રાશિદ અને તેના પિતાની લડાઈમાં વચ્ચે કૂદતાં કંગના રનોટે કહ્યું...

કંગના રનોટ

શેહલા રાશિદની લડાઈમાં વચ્ચે આવતાં કંગના રનોટે કહ્યું હતું કે દેશદ્રોહ કરનારને પૈસા મળશે અને દેશપ્રેમ કરનારને દુશ્મન મળશે. કંગનાએ આ સાથે જ ખેડૂતોના પ્રોટેસ્ટ વિશે પણ કમેન્ટ કરી હતી. આ કમેન્ટને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા સારી રીતે લેવામાં નથી આવી. પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝ કંગના વિરુદ્ધ બોલી રહી છે અને તેને બ્લૉક કરવાની વાત કરી રહ્યા છે. આ વિવાદ પૂરો થાય ત્યાં જ કંગનાએ શેહલા રાશિદ વિરુદ્ધ કમેન્ટ કરી છે. શેહલા અને તેના પિતા અબ્દુલ રાશિદ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. જે.એન.યુ.ની સ્ટુડન્ટ યુનિયનની ભૂતપૂર્વ નેતા શેહલાને તેના પિતાએ દેશદ્રોહી કહી છે. તેના પિતાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે શેહલાને બહૂર વટલી અને રાશિદ એન્જિનિયર પાસેથી ત્રણ કરોડ રૂપિયા મળ્યા છે. તેમ જ આ બન્ને વ્યક્તિ પર ટેરર ફન્ડિંગનો આરોપ લાગ્યો છે. આથી તેના પિતાએ આ વિશે તપાસ કરવાની માગ કરી છે. આ વિડિયોને કંગનાએ રીટ્વીટ કરી કહ્યું હતું કે ‘દેશદ્રોહથી તમને પૈસા, આંતરરાષ્ટ્રીય સન્માન, મિત્ર અને સપોર્ટ બધું જ મળશે. જોકે દેશપ્રેમથી તમને દુશ્મન મળશે, સંઘર્ષ મળશે, પૂર્વજોની સભ્યતાની લડાઈ વારસામાં મળશે. તમારી જિંદગીનો નિર્ણય તમારી પાસે છે. સમજદારીની જિંદગી જીવવી છે કે પછી મૂર્ખતાની? હું તો પૈદાયિશી મૂર્ખ છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut