સેટ પર હોળી રમી કંગના

09 March, 2023 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાનકડી વિડિયો ક્લિપ તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.

કંગના રનોટ

કંગના રનોટ તેની આગામી ફિલ્મ ‘ચન્દ્રમુખી 2’ના સેટ પર સૌ સાથે હોળી રમી હતી. તેણે સૌને રંગમાં રંગી દીધા હતા. એની નાનકડી વિડિયો ક્લિપ તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. કંગનાએ વાઇટ ડ્રેસ પહેર્યો હતો અને સનગ્લાસિસ પહેર્યા હતા. ‘ચન્દ્રમુખી 2’માં કંગના પ્રખ્યાત ડાન્સરના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મ ૨૦૦૫માં આવેલી સુપરસ્ટાર રજનીકાન્ત અને જ્યોતિકાની ‘ચન્દ્રમુખી’ની સીક્વલ છે. હોળી રમતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, આ વખતે ‘ચન્દ્રમુખીના સેટ પર હોળી રમ્યાં.

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut upcoming movie holi