મૃત્યુની દેવી ભૈરવી સાથે પોતાને સરખાવતી કંગના

09 February, 2021 04:52 PM IST  |  Mumbai | Agencies

મૃત્યુની દેવી ભૈરવી સાથે પોતાને સરખાવતી કંગના

મૃત્યુની દેવી ભૈરવી સાથે પોતાને સરખાવતી કંગના

કંગના રનોટે તેની ‘ધાકડ’માં પોતાના કૅરૅક્ટર એજન્ટ અગ્નિને ભૈરવી દેવી સાથે સરખાવ્યું છે. તેણે હાલમાં જ પોતાના લુકનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેના હાથમાં મશીનગન છે. તે જબરદસ્ત ઍક્શન મોડમાં દેખાઈ રહી છે. બૅકગ્રાઉન્ડમાં સળગતી કાર પણ દેખાઈ રહી છે. ‘ધાકડ’ સ્પાય-થ્રિલર છે. ફિલ્મમાં અર્જુન રામપાલ વિલન રુદ્રવીરના રોલમાં દેખાશે. આ વર્ષે ૧ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મને ડિરેક્ટર રજનીશ રાઝી ઘઈએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના સેટ પરનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘લોકો તેને અગ્નિ કહે છે. ‘ધાકડ’ની તે બહાદુર છે. મારા પાત્ર વિશે હું એટલું જરૂર કહીશ કે તે મૃત્યુની દેવી ભૈરવીનો અવતાર છે.’

kangana ranaut bollywood bollywood news bollywood ssips