કમલ હાસને લીધી વૅક્સિન

03 March, 2021 12:23 PM IST  |  Mumbai | Mumbai correspondent

કમલ હાસને લીધી વૅક્સિન

કમલ હાસને લીધી વૅક્સિન

કમલ હાસને ગઈ કાલે ચેન્નઈની રામચંદ્ર હૉસ્પિટલમાં કોરોના વાઇરસની વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. ઇન્ડિયામાં આ વૅક્સિન હાલમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ અને બેથી વધુ બીમારી હોય એવા ૪૫ વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. ૬૬ વર્ષના કમલ હાસને આ વૅક્સિન લઈને લોકોને એ ફરજિયાત લેવા માટે આગ્રહ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વૅક્સિનનો વિડિયો શૅર કરીને કમલ હાસને કૅપ્શન આપી છે, ‘શ્રી રામચંદ્ર હૉસ્પિટલમાં મેં વૅક્સિન લીધી છે. પોતાની સાથે અન્ય વ્યક્તિની પણ કાળજી લેનાર દરેક વ્યક્તિએ તરત આ વૅક્સિન લેવી જોઈએ. અત્યારે મારી બૉડીની ઇમ્યુનિટી વધારી રહ્યો છું. આવતા મહિને કરપ્શન વિરુદ્ધ વૅક્સિન લેવામાં આવશે. તૈયાર રહો.’ તસવીર : પી.ટી.આઇ.

bollywood bollywood news bollywood ssips kamal haasa