હિન્દી ભાષા બોલ્યો કમલ હાસન : કોઇ શાહ કે સમ્રાટ વચન તોડી નહીં શકે

16 September, 2019 07:30 PM IST  |  Mumbai

હિન્દી ભાષા બોલ્યો કમલ હાસન : કોઇ શાહ કે સમ્રાટ વચન તોડી નહીં શકે

કમલ હાસન

Mumbai : ભારતના ગૃહમંત્રી અમિત શાહની હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની અપીલનો ઘણા નેતા વિરોધ કરી રહ્યા છે. ફિલ્મોથી રાજકારણમાં આવેલા કમલ હાસને સોમવારે કહ્યું કે 1950માં દેશના લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે તેમની ભાષા અને સંસ્કૃતિની રક્ષા કરવામાં આવશે. કોઇ શાહ, સમ્રાટ અથવા સુલતાન આ વાયદાને અચાનકથી ખતમ નહિ કરી શકે.


કમલ હાસને શેર કર્યો વીડિયો
મક્કલ નીધિ મય્યમ (MNM) નેતા કમલ હાસને આ મુદ્દે વીડિયો જાહેર કર્યો. તેઓ અશોકસ્તંભ અને પ્રસ્તાવના પાસે ઉભા રહીને કહ્યું હતું કે ભાષાને લઇને વધુ એક આંદોલન થશે જે તમિલનાડુમાં જલીકટ્ટુ વિરોધ પ્રદર્શનની સરખામણીએ ખૂબ મોટું હશે. અમે દરેક ભાષાઓનું સન્માન કરીએ છીએ પરંતુ તમિલ હંમેશા અમારી માતૃભાષા રહેશે.


લોકો તેમની ભાષા અને સંસ્કૃતિ છોડવા નથી માગતા
હાસને કહ્યું કે ઘણા રાજાઓએ ભારતને સંઘ બનાવવા માટે રાજપાટ છોડી દીધા હતા. પણ લોકો તેમની ભાષા, સંસ્કૃતિ અને ઓળખ છોડવા નથી માગતા. ભારત અથવા તમિલનાડુને આ પ્રકારની લડાઇ કરવાની જરુર નથી. દેશના દરેક લોકો ખુશીથી બંગાળી ભાષામાં રાષ્ટ્રગાન ગર્વથી ગાય છે અને આગળ પણ આવુ કરતા રહેશે. કારણ કે રાષ્ટ્રગાન લખનાર કવિએ રાષ્ટ્રગાનની અંદર દરેક ભાષા અને સંસ્કૃતિને ઉચિત સન્માન આપ્યું છે તેથી આ આપણું રાષ્ટ્રગાન બની ગયું છે. આવી નીતિઓના લીધે દરેકને નુકશાન થશે. વીડિયોના અંતમાં તેમણે કહ્યું કે તમિલને હંમેશા જીવંત રહેવા દો, દેશને સમૃદ્ધ બનાવો.

આ પણ જુઓ : કરણ દેઓલ: જુઓ સની દેઓલના પુત્રના ફેમિલી સાથેના ક્યુટ ફોટોઝ

અમિત શાહે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની અપીલ કરી હતી
કમલ હાસને બે મિનિટના વીડિયોને તેમના ટ્વિટર અકાઉન્ટ પર તમિલ અને અંગ્રેજીમાં પોસ્ટ કર્યો. અમિત શાહે 14 સ્પટેમ્બરના કહ્યું હતું કે હિન્દી આપણી રાજભાષા છે. આપણા દેશમાં ઘણી ભાષા બોલાય છે પણ એક એવી ભાષા હોવી જોઇએ જે દુનિયાભરમાં દેશની ઓળખને આગળ વધારે અને હિન્દીમાં આ ખૂબીઓ છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને બંગાળના નેતા આ મુદ્દે પહેલા જ વિરોધ નોંધાવી ચૂક્યા છે.

bollywood bollywood gossips bollywood news kamal haasan