કરણ દેઓલ: જુઓ સની દેઓલના પુત્રના ફેમિલી સાથેના ક્યુટ ફોટોઝ

Published: Sep 16, 2019, 13:22 IST | Bhavin
 • સની દેઓલનો પુત્ર કરણ દેઓલ ફિલ્મ રૉકી તરીકે જાણીતા છે. રૉકી બોલીવુડમાં પલ પલ દિલ કે પાસથી ડેબ્યુ કરી રહ્યો છે. ધર્મેન્દ્રએ સની દેઓલ અને બોબી દેઓલને ફિલ્મ 'બેતાબ' અને 'બરસાત' દ્વારા લોન્ચ કર્યા હતા. બાદમાં ધર્મેન્દ્રએ ભાણેજ અભય દેઓલને પણ લોન્ચ કર્યો હતો. હવે સની દેઓલ પોતાના પુત્રને લોન્ચ કરી રહ્યા છે.

  સની દેઓલનો પુત્ર કરણ દેઓલ ફિલ્મ રૉકી તરીકે જાણીતા છે. રૉકી બોલીવુડમાં પલ પલ દિલ કે પાસથી ડેબ્યુ કરી રહ્યો છે. ધર્મેન્દ્રએ સની દેઓલ અને બોબી દેઓલને ફિલ્મ 'બેતાબ' અને 'બરસાત' દ્વારા લોન્ચ કર્યા હતા. બાદમાં ધર્મેન્દ્રએ ભાણેજ અભય દેઓલને પણ લોન્ચ કર્યો હતો. હવે સની દેઓલ પોતાના પુત્રને લોન્ચ કરી રહ્યા છે.

  1/12
 • સ્ટારકિડ કરણ દેઓલ પોતાના પિતા સની દેઓલના ગાઈડન્સ સાથે લોન્ચ થઈ રહ્યો છે. સની દેઓલે કહ્યું કે હા આ આખું તેના માટે ફિલ્મ સ્કૂલ જેવું છે.

  સ્ટારકિડ કરણ દેઓલ પોતાના પિતા સની દેઓલના ગાઈડન્સ સાથે લોન્ચ થઈ રહ્યો છે. સની દેઓલે કહ્યું કે હા આ આખું તેના માટે ફિલ્મ સ્કૂલ જેવું છે.

  2/12
 • 18 વર્ષની ઉંમરે જ કરણ દેઓલે એક્ટર બનવાનું નક્કી કર્યું હતું. મિડ ડે સાથે વાત કરતા તેણે કહ્યું હતું,'માર પપ્પાથી હું ડરતો હતો. અને મારી મમ્મી પપ્પા અને મારા વચ્ચે મીડિયેટરનું કામ કરતી. મેં એક્ટર બનવાનું કહ્યું ત્યારે પપ્પાએ મને બે વાર પૂછ્યુ હતું. અને સલાહ પણ આપી હતી.'

  18 વર્ષની ઉંમરે જ કરણ દેઓલે એક્ટર બનવાનું નક્કી કર્યું હતું. મિડ ડે સાથે વાત કરતા તેણે કહ્યું હતું,'માર પપ્પાથી હું ડરતો હતો. અને મારી મમ્મી પપ્પા અને મારા વચ્ચે મીડિયેટરનું કામ કરતી. મેં એક્ટર બનવાનું કહ્યું ત્યારે પપ્પાએ મને બે વાર પૂછ્યુ હતું. અને સલાહ પણ આપી હતી.'

  3/12
 • કરણ દેઓલે ડેબ્યુ કરતા પહેલા સંખ્યાબંધ વર્કશોપ્સ કરી છે. ડિરેક્ટર રાહુલ રવૈલના ગાીડન્સમાં એક્ટિંગ પણ શીખ્યો છે. કરણ દેઓલે લંડનમાં છ મહિનાનો ફિલ્મ મેકિંગ કોર્સ કર્યો છે. આ ઉપરાંત તે યમલા પગલા દીવાનામાં ડિરેક્ટર સંગીથ સીવનને આસિસ્ટ પણ કરી ચૂક્યો છે.

  કરણ દેઓલે ડેબ્યુ કરતા પહેલા સંખ્યાબંધ વર્કશોપ્સ કરી છે. ડિરેક્ટર રાહુલ રવૈલના ગાીડન્સમાં એક્ટિંગ પણ શીખ્યો છે. કરણ દેઓલે લંડનમાં છ મહિનાનો ફિલ્મ મેકિંગ કોર્સ કર્યો છે. આ ઉપરાંત તે યમલા પગલા દીવાનામાં ડિરેક્ટર સંગીથ સીવનને આસિસ્ટ પણ કરી ચૂક્યો છે.

  4/12
 • પપ્પા સની દેઓલની ફિલ્મો જોવી એ કરણ દેઓલ માટે રૂટિન હતું. કરણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું તેમને સની સાથે સમય વીતાવવા નહોતો મળતો, એટલે ફિલ્મ જોવી એ ઈમોશનલી કનેક્ટ થવા બરાબર હતું. 

  પપ્પા સની દેઓલની ફિલ્મો જોવી એ કરણ દેઓલ માટે રૂટિન હતું. કરણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું તેમને સની સાથે સમય વીતાવવા નહોતો મળતો, એટલે ફિલ્મ જોવી એ ઈમોશનલી કનેક્ટ થવા બરાબર હતું. 

  5/12
 • કરણ દેઓલે ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તે પણ બુલી થયો છે. સ્ટાર કિડ હોવાના કારણે ટીચર્સ અને ક્લાસમેટ્સ તેને જજ કરતા હતા.

  કરણ દેઓલે ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તે પણ બુલી થયો છે. સ્ટાર કિડ હોવાના કારણે ટીચર્સ અને ક્લાસમેટ્સ તેને જજ કરતા હતા.

  6/12
 • ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કરણ દેઓલે કહ્યું હતું,'સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હતો, અને મેં રેસમાં ભાગ લીધો હતો. ત્યારે કેટલાક મોટા છોકરાઓ આવ્યા અને મને ધક્કો મારીને પૂછ્યું કે તુ સામે લડી નથી શક્તો. તું ખરેખર સની દેઓલનો પુત્ર છે ?'

  ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કરણ દેઓલે કહ્યું હતું,'સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હતો, અને મેં રેસમાં ભાગ લીધો હતો. ત્યારે કેટલાક મોટા છોકરાઓ આવ્યા અને મને ધક્કો મારીને પૂછ્યું કે તુ સામે લડી નથી શક્તો. તું ખરેખર સની દેઓલનો પુત્ર છે ?'

  7/12
 • કરણ દેઓલે જ્યારે સ્કૂલમાં અસાઈનમેન્ટ નહોતું લખ્યું ત્યારે ટીચર પણ તેને ખીજાયા હતા. ટીચરે કર્યું હતું,'તુ ફક્ત તારા પપ્પાના ચેક જ લખી શકે છે.'

  કરણ દેઓલે જ્યારે સ્કૂલમાં અસાઈનમેન્ટ નહોતું લખ્યું ત્યારે ટીચર પણ તેને ખીજાયા હતા. ટીચરે કર્યું હતું,'તુ ફક્ત તારા પપ્પાના ચેક જ લખી શકે છે.'

  8/12
 • જો કે કરણ દેઓલને ઘરમાં ખાસ કરીને મમ્મીનો ખૂબ જ સપોર્ટ હતો. તસવીરમાંઃ સની દેઓલની વાઈફ પૂજા દેઓલ સાથે પુત્ર કરણ અને રાજવીર

  જો કે કરણ દેઓલને ઘરમાં ખાસ કરીને મમ્મીનો ખૂબ જ સપોર્ટ હતો. તસવીરમાંઃ સની દેઓલની વાઈફ પૂજા દેઓલ સાથે પુત્ર કરણ અને રાજવીર

  9/12
 • દાદા ધર્મેન્દ્ર વિશે વાત કરતા કરણ કહે છે કે,'હંમેશા સ્પંજ જેવા રહો, તમારી આજુબાજુથી એડોપ્ટ કરી લો. એક્ટર તરીકે શીખવામાં આ વાત કામ લાગશે.'

  દાદા ધર્મેન્દ્ર વિશે વાત કરતા કરણ કહે છે કે,'હંમેશા સ્પંજ જેવા રહો, તમારી આજુબાજુથી એડોપ્ટ કરી લો. એક્ટર તરીકે શીખવામાં આ વાત કામ લાગશે.'

  10/12
 • કરણ દેઓલને પલ પલ દિલ કે પાસમાં પોતાની એક્ટિંગ માટે દાદા ધર્મેન્દ્રની કમેન્ટની ખૂબ જ ઈચ્છા છે.

  કરણ દેઓલને પલ પલ દિલ કે પાસમાં પોતાની એક્ટિંગ માટે દાદા ધર્મેન્દ્રની કમેન્ટની ખૂબ જ ઈચ્છા છે.

  11/12
 • કરણ દેઓલને બોલીવુડની જર્ની અને ડેબ્યુ માટે ઓલ ધી બેસ્ટ 

  કરણ દેઓલને બોલીવુડની જર્ની અને ડેબ્યુ માટે ઓલ ધી બેસ્ટ 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ધર્મેન્દ્રનો પૌત્ર અને સની દેઓલનો પુત્ર કરણ જોહર બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. શુક્રવારે તેની ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' રિલીઝ થઈ રહી છે. આ સાથે જ દેઓલ પરિવારની આ ત્રીજી પેઢી બોલીવુડમાં દેખાશે. આ ફિલ્મ સાથે શેહર બામ્બા ડિરેક્શનમાં ડેબ્યુ કરી રહી છે. ત્યારે જોઈએ કરણ દેઓલના ફેમિલી સાથેના ક્યુટ ફોટોઝ (All photos/Karan Deol, Dharmendra and Sunny Deol's official Instagram account)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK