મહામારીમાં ખડેપગે ઊભા રહેતા CISFના જવાનોની પ્રશંસા કરી કમલ હાસને

07 June, 2020 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહામારીમાં ખડેપગે ઊભા રહેતા CISFના જવાનોની પ્રશંસા કરી કમલ હાસને

CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સના જવાનોનાં કાર્યોની કમલ હાસને પ્રશંસા કરી છે. ગઈ કાલે કમલ હાસનની રાજકીય પાર્ટી મક્કલ નીધિ મૈમ દ્વારા કોરોનાના ફેલાવાને અટકાવવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. CISFના જવાનોના યોગદાનને બિરદાવતાં કમલ હાસને કહ્યું હતું કે ‘તમે બધા CISFના જવાનો ઍરપોર્ટ પર દેશવાસીઓની સુરક્ષા માટે ખૂબ જ સારી રીતે ફરજ બજાવી રહ્યા છો. તમે બધા દેશવાસીઓની સલામતીની સાથે-સાથે આ મહામારીમાં તમને મુખ્યાલય તરફથી જે પણ દિશાનિર્દેશો મળે છે એનું પાલન અચૂક કરો. આ રીતે જ તમે લોકોની સુરક્ષા કરતા રહો. જય હિન્દ.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 kamal haasan