કમલ હાસન અને આયુષમાન ખુરાનાને ઑસ્કર અવૉર્ડ્‍સ માટેના વોટિંગ મેમ્બર બનવા આમંત્રણ

30 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે અભિનેતા અને નિર્માતા કમલ હાસનનું નામ ઍકૅડેમીની યાદીમાં ‘ઍક્ટર્સ’ના વિભાગમાં સામેલ કરવામાં આવ્યું છે.

કમલ હાસન અને આયુષમાન ખુરાના

ભારતીય સિનેમા સતત વિશ્વના મંચ પર પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ભારતીય સિનેમાના બે શાનદાર સિતારા કમલ હાસન અને આયુષમાન ખુરાનાને ઑસ્કર અવૉર્ડ્‍સ માટેની ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્‍સ ઍન્ડ સાયન્સિસમાં આ વર્ષ માટે વોટિંગ મેમ્બર તરીકે સામેલ થવા નિમંત્રણ મોકલવામાં આવ્યાં છે. એ સિવાય ફિલ્મનિર્માતા તેમ જ લેખિકા પાયલ કાપડિયાને પણ સભ્યપદ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે અભિનેતા અને નિર્માતા કમલ હાસનનું નામ ઍકૅડેમીની યાદીમાં ‘ઍક્ટર્સ’ના વિભાગમાં સામેલ કરવામાં આવ્યું છે. ઍકૅડેમીએ તેના નામ સાથે તેની બે પ્રખ્યાત ફિલ્મો ‘વિક્રમ’ અને ‘નાયકન’નાં નામ પણ લખ્યાં છે. એ ઉપરાંત આયુષમાન ખુરાનાને પણ સભ્યપદ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઍકૅડેમીએ તેના નામ સાથે તેની બે શાનદાર ફિલ્મો ‘આર્ટિકલ 15’ અને ‘અંધાધૂન’નાં નામ સામેલ કર્યાં છે. લેખકોના વિભાગમાં ભારતીય લેખિકા પાયલ કાપડિયાને ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ અને ડૉક્યુમેન્ટરી ‘અ નાઇટ ઑફ નોઇંગ નથિંગ’ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

kamal haasan ayushmann khurrana oscar award bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news