સંબંધો, પ્રેમ અને બરબાદીની ઐતિહાસિક ઘટના, ખરેખર આશ્ચર્યજનક છે આ કલંક

12 March, 2019 05:00 PM IST  | 

સંબંધો, પ્રેમ અને બરબાદીની ઐતિહાસિક ઘટના, ખરેખર આશ્ચર્યજનક છે આ કલંક

કલંક

કલંક ટીઝર કરણ જોહરે પિતા યશ જોહરે લગભગ 15 વર્ષ પહેલા આ ફિલ્મની કલ્પના કરી હતી જેને હવે કરણ જોહરે ફિલ્મનું રૂપ આપ્યું છે. સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રૉય કપૂર સ્ટારર ફિલ્મ કલંકનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ એક પીરિયડ ડ્રામા છે અને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આ ફિલ્મમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકસાથે જોવા મળશે તે છે.

આ ફિલ્મ 19 એપ્રિલના રિલીઝ થવાની હતી પણ હવે 17 એપ્રિલના રિલીઝ થશે. મહાવીર જયંતી અને ગુડ ફ્રાયડેની રજાને કારણે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જણાવીએ કે કરણ જોહરના પિતા યશ જોહરે લગભગ 15 વર્ષ પહેલા આ ફિલ્મની કલ્પના કરી હતી, જેને હવે કરણ જોહરે ફિલ્મનું રૂપ આપ્યું છએ. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક બર્મને કર્યું છે.

 

 

કલંકની સ્ટોરી 1945ની આસપાસની છે. દરમિયાન પોતાના સન્માન અને મોભા માટે યુદ્ધ પણ થયા છે અને અમર પ્રેમ પણ. આ કલંક તે જ પ્રેમ અને અભિમાનના પ્રજ્વલિત દીપની જેમ બ્રાઈટ સ્ટોરી છે.

આ પણ વાંચો : બોલીવુડ સિંગરે મેળવ્યો ગુજરાતી ગીત માટે એવોર્ડ

ફિલ્મની સ્ટોરી રાજા-રજવાડા અને તેમના રાજપાટની છે. કરણ જોહરે તેને ભવ્યતાનો જામો પહેરાવ્યો છે. તેમની સ્ટોરીમાં હંમેશા પ્રેમ હોય છે અને અહીં પણ છે પણ સંબંધોના કોન્ફ્લિક્ટ્સ પણ છે. 'કેટલાક સંબંધો કર્જ જેવા હોય છે જેને નિભાવવા નહીં પણ ચૂકવવા પડતા હોય છે.', જેમ કે ડાયલૉગ તમને ફિલ્મની સ્ટોરી સમજવામાં મદદરૂપ થઈ શકે છે.

ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત 20 વર્ષો પછી એકબીજા સાથે કામ કરી રહ્યા છે. તેમની સાથે સિતારાઓની આ ભીડમાં કિયારા અડવાણી અને કુણાલ ખેમૂ પણ છે.

bollywood sanjay dutt madhuri dixit sonakshi sinha varun dhawan kunal khemu