‘કાલા હિરન’ના સપોર્ટમાં આવી સલમાનની એક્સ, ફિલ્મના ડિરેક્ટરને મળી રહી છે ધમકીઓ

05 June, 2026 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શૅર કરી, અમિત જાનીએ જણાવ્યું હતું કે તેમને છેલ્લા 36 કલાકમાં મોટી સંખ્યામાં ધમકીભર્યા મૅસજ મળ્યા છે. તેમણે કહ્યું, "લોકો, મીડિયા અને મિત્રો મને પૂછતા રહે છે કે હું સલમાન ખાનની નોટિસનો જવાબ કેવી રીતે આપું."

કાલા હિરન અને અમિત જાની

1998 માં સલમાન ખાન સાથે સંકળાયેલા કાળિયાર હરણના શિકાર કેસ પર કથિત રીતે આધારિત આગામી ફિલ્મ `કાલા હિરન: ધ બૅટલ ફોર લેગસી` પર વિવાદ વધી જ રહ્યો છે. ફિલ્મ નિર્માતા અમિત જાનીએ દાવો કર્યો છે કે સલમાન ખાનની કાનૂની ટીમ તરફથી કથિત કાનૂની નોટિસ મળ્યા બાદ તેમને સતત અપમાનજનક મૅસજ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહ્યો છે. આ ફિલ્મ સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ અને અભિનેતા અને ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ વચ્ચેના લાંબા સમયથી ચાલતા ઝઘડા પર આધારિત હોવાનું કહેવાય છે; પરિણામે, આ પ્રોજેક્ટ તાજેતરમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

મારી નાખવાની ધમકીઓ મળી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શૅર કરી, અમિત જાનીએ જણાવ્યું હતું કે તેમને છેલ્લા 36 કલાકમાં મોટી સંખ્યામાં ધમકીભર્યા મૅસજ મળ્યા છે. તેમણે કહ્યું, "લોકો, મીડિયા અને મિત્રો મને પૂછતા રહે છે કે હું સલમાન ખાનની નોટિસનો જવાબ કેવી રીતે આપું. હું આ નોટિસનો જવાબ કેવી રીતે આપું? છેલ્લા 36 કલાકમાં, ધારાવીથી જોગેશ્વરી સુધીના સલમાનના ચાહકોએ 1,000 સંદેશા મોકલ્યા છે, જેમાં જાનથી મારી નાખવાની ધમકીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો હું મુંબઈ આવીશ, તો તેઓ મારું માથું કાપી નાખશે." તેમણે વધુમાં ઉમેર્યું, "તો, મારે કોને જવાબ આપવો જોઈએ? શું મારે સલમાન ખાનના સમર્થકો દ્વારા મોકલવામાં આવેલા હજારો અપમાનજનક મૅસજ અને ધમકીઓનો જવાબ આપવો જોઈએ, કે પછી મારે આ નોટિસનો જવાબ આપવો જોઈએ?" વીડિયોમાં, જાનીએ સલમાન ખાનની ટીમ તરફથી મળેલી કથિત કાનૂની નોટિસની કૉપી ફાડી હોવાનું પણ જોવા મળ્યું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને તેમના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપતા મૅસેજ મળ્યા છે. જાનીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને `ડી-કંપની` (દાઉદ ઈબ્રાહીમ) સાથે જોડાયેલા હોવાનું કહીં લોકોએ મૅસેજ મળ્યા છે, જોકે તેમણે સ્વીકાર્યું કે તેઓ આ મૅસજની સત્યતા ચકાસી શક્યા નથી.

ફિલ્મને સલમાનની એક્સ સોમી અલીએ આપ્યું સમર્થન

ગયા મહિને ફિલ્મના પોસ્ટરના રિલીઝ પછી વિવાદ વધુ તીવ્ર બન્યો. અમિત જાની દ્વારા નિર્મિત અને ભારત શ્રીનાટે દિગ્દર્શિત આ ફિલ્મના પોસ્ટરમાં એક વ્યક્તિ બંદૂક પકડીને અને સલમાન ખાન દ્વારા પહેરવામાં આવતી લકી બ્રૅસલેટ પણ દર્શાવવામાં આવ્યું છે. નિર્માતાઓએ એવી પણ જાહેરાત કરી છે કે ફિલ્મનું ટીઝર 20 જૂને રિલીઝ થશે. ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ વાસ્તવિક જીવનની ઘટનાઓ અને કાનૂની લડાઈઓથી પ્રેરિત છે. સલમાન ખાનની ભૂતપૂર્વ પાર્ટનર સોમી અલીએ અમિત જાનીના વીડિયો પર ટિપ્પણી કરીને પોતાનો ટેકો વ્યક્ત કર્યો. તેણે લખ્યું, "તમને કોઈપણ વિષય પર ફિલ્મ બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ફક્ત દોષિત લોકો જ છુપાવે છે અને ધમકીઓ આપે છે."

સલમાન ખાનને વાંધો

મીડિયા અહેવાલો અનુસાર, સલમાન ખાને આ પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મના નિર્માણ અને પ્રમોશનને રોકવા માટે કાનૂની નોટિસ ફટકારી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટિસ ફિલ્મને ‘વ્યક્તિત્વ અધિકારોનું ઘોર ઉલ્લંઘન’ ગણાવે છે અને પહેલાથી જ રિલીઝ થયેલી કોઈપણ કન્ટેન્ટને દૂર કરવાની માગ કરે છે. નોટિસમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે કાળા હરણના શિકારનો કેસ હાલમાં રાજસ્થાન હાઈ કોર્ટ સમક્ષ પૅન્ડિંગ છે. જોકે, અમિત જાનીના તાજેતરના પ્રતિભાવ પછી સલમાન ખાન કે તેની કાનૂની ટીમ તરફથી કોઈ વધુ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

salman khan controversies Salman Khan lawrence bishnoi dawood ibrahim bollywood controversies bollywood news bollywood gossips bollywood bollywood buzz