20 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલ
હાલમાં કાજોલ તેની આગામી ફિલ્મ ‘માઁ’ને લઈને ચર્ચામાં છે અને તે આ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. હાલમાં કાજોલે આ ઇન્ટરવ્યુમાં બૉલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો છે.
કાજોલે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું, ‘મને લાગે છે કે શાહરુખ અને આમિર ખૂબ જ પ્રોફેશનલ છે. સલમાન પણ પ્રોફેશનલ છે, પરંતુ આ મામલે શાહરુખ અને આમિરે બાજી મારી લીધી છે. તેઓ માત્ર કામના મામલે જ નહીં, દરેક મુદ્દે ખૂબ જ પ્રોફેશનલ છે.’
સલમાન ખાન વિશે વાત કરતાં કાજોલે તેના સ્ટાર-પાવર પર ચર્ચા કરી. કાજોલે કહ્યું, ‘જ્યાં સુધી તેના કામની વાત છે, મને લાગે છે કે સલમાન તો વર્ષોથી સલમાન છે. જે મારા મતે અદ્ભુત વાત છે. સલમાન બહુ મોટો સ્ટાર છે, કારણ કે તેની મોટા ભાગની ફિલ્મોએ ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે અને સલમાનના ઘણા ફૅન્સ છે.’