મહિલાઓ માટે ફિલ્મના સેટ આજે ખૂબ જ સેફ બની ગયા છે : કાજોલ

04 March, 2020 12:12 PM IST  |  Mumbai

મહિલાઓ માટે ફિલ્મના સેટ આજે ખૂબ જ સેફ બની ગયા છે : કાજોલ

કાજોલ

કાજોલનું કહેવું છે કે ફિલ્મના સેટ આજે પહેલાં કરતાં વધુ સેફ છે. એક જમાનો હતો જ્યારે હિરોઇનની મમ્મી સેટ પર હંમેશાં હાજર રહેતી હતી. જોકે ધીમે-ધીમે એ બંધ થઈ ગયું, પરંતુ સેટ પર સતત જાતિને લઈને ભેદભાવની વાતો બહાર આવતી રહે છે. #MeToo કૅમ્પેનને લઈને પણ બૉલીવુડ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. જોકે હવે મોટા ભાગનાં પ્રોડક્શન હાઉસે કોઈ પણ પ્રકારના હૅરેસમેન્ટ માટે એક ટીમ બનાવી છે. આ વિશે વધુ જણાવતાં કાજોલે કહ્યું હતું કે ‘અત્યારે ફિલ્મના સેટ ખૂબ જ સેફ છે.

આ પણ વાંચો : સૂર્યવંશી બાદ હું કૅટરિનાની ઍક્ટિંગનો ફૅન થઈ ગયો છું : અક્ષયકુમાર

અમારું પ્રોડક્શન હાઉસ અને અન્ય પ્રોડક્શન હાઉસે પણ એક ટીમ બનાવી છે જેઓ દરેક પ્રકારની ફરિયાદને હૅન્ડલ કરે છે. ફિલ્મનો સેટ કંઈ ખૂબ જ મોટો એરિયા નથી હોતો. દરેક વ્યક્તિને ખબર હોય છે કે શું થઈ રહ્યું છે. તમે સીક્રેટ રાખી શકો એવું નથી હોતું. જોકે અમારે પોતે પણ દેખરેખ રાખવી રહી, કેમ કે બહારની વ્યક્તિ આવીને અમારા માટે એ કામ નથી કરવાની. દરેક પ્રોડક્શન હાઉસે જવાબદારી લીધી છે અને એના પર કામ કરે છે.’

kajol bollywood news entertainment news