પતિના હાથને ચૂમતી કાજલ અગરવાલ

02 November, 2020 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતિના હાથને ચૂમતી કાજલ અગરવાલ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

કાજલ અગરવાલે બિઝનેસમૅન ગૌતમ કિચલુ સાથે લગ્ન કરી લીધાં છે. 29 ઑક્ટોબરે બન્નેએ મુંબઈમાં નજીકનાં સગાંસંબંધીઓની હાજરીમાં લગ્ન કરી લીધાં છે. આ અગાઉ કાજલે હલ્દી અને મેંદી સેરેમનીના કેટલાક ફોટો શૅર કર્યા હતા. લગ્ન વખતે કાજલ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેનાં ફ્રેન્ડ્સ, ફૅમિલી અને ફૅન્સ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. લગ્નના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજલે કૅપ્શન આપી હતી કે ‘અને આવી રીતે હું મિસમાંથી મિસિસ બની ગઈ. હું મારા વિશ્વાસુ, સાથી, બેસ્ટ ફ્રેન્ડ અને સોલમેટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છું. આ બધું મળ્યું અને ગૌતમ તારી અંદર મને મારું ઘર મળ્યું એથી હું ખૂબ ખુશ છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips kajal aggarwal