13મે રિલીઝ થશે કબીર સિંહનું ટ્રેલર,જુદા જુદા અવતારમાં દેખાશે શાહિદ કપૂર

08 May, 2019 02:39 PM IST  |  મુંબઈ

13મે રિલીઝ થશે કબીર સિંહનું ટ્રેલર,જુદા જુદા અવતારમાં દેખાશે શાહિદ કપૂર

શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર 13 મેના રોજ રિલીઝ થશે. મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર જાહેર કરીને ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. નવા પોસ્ટરમાં શાહિદ કપૂર જુદા જુદા અવતારમાં દેખાઈ રહ્યા છે. શાહિદ કપૂર કબીર સિંહમાં દિલ્હી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ કોલેજના એક્સ સ્ટુડન્ટની ભૂમિકામાં દેખાશે.

 

કેટલાક દિવસોમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. ટીઝરમાં શાહિદ કપૂર શરાબી ડૉક્ટરના અવતારમાં દેખાયા હતા. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને શાહિદ કપૂર રોમેન્સ કરતા દેખાશે. શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર નવું પોસ્ટર શૅર કરીને ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે.

કબીર સિંહની સ્ટોરી એક એવા પાત્રની વાત છે, જે પોતાની ગર્લફ્રેન્ડના લગ્ન બાદ પોતાને બરબાદ કરવા ઈચ્છે છે. ફિલ્મને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું નવું પોસ્ટર ઈન્ટ્રેસ્ટિંગ દેખાઈ રહ્યું છે. પોસ્ટરમાં શાહિદ કપૂર જુદા જુદા 5 અવતારમાં દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે શાહિદ કપૂરે ખૂબ વજન ઘટાડ્યું છે. જો કે ફિલ્મના સેકન્ડ હાફમાં શાહિદ કપૂર હેવી બોડીમાં દેખાશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી ઓફિશિયલ રિમેક છે.

આ પણ વાંચોઃ આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટીઝર લોકોને ખૂબ જ ગમ્યું હતું. ટીઝરમાં શાહિદ કપૂર વધેલી દાઢીમાં સતત સ્મોકિંગ કરતા દેખાયા હતા. આ એક મિનિટના ટીઝરમાં કિયારા અડવાણીની પણ ઝલક દેખાડાઈ હતી.

shahid kapoor bollywood kiara advani entertaintment