કબીરસિંહ: ફિલ્મ કે સભી પાત્ર કાલ્પનિક હૈ ઔર કાલ્પનિક રહે તો અચ્છા હૈ...

21 June, 2019 05:19 PM IST  |  | આરજે. જાનવી

કબીરસિંહ: ફિલ્મ કે સભી પાત્ર કાલ્પનિક હૈ ઔર કાલ્પનિક રહે તો અચ્છા હૈ...

એન્ગ્રી, આલ્કોહોલિક, ગર્લફ્રેન્ડથી અલગ થયેલો શાહિદ

બરોડા રેડિયો સિટીના આર.જે જ્હાનવીએ જોઈ ફિલ્મ કબીર સિંહ જાણો કેવો છે એમનો રિવ્યૂ...આખા વર્ષમાં વડોદરામાં જેટલો દારુ પકડાય છે એટલો દારૂ 3 કલાકની મૂવીમાં બતાવવામાં આવ્યો છે. ઈન્ટરવલ માટે તમે એવી રીતે રાહ જોશો જેમ પાકિસ્તાની ફેન્સ તેમની ટીમના જીતવાની રાહ જોઈ રહી છે.

કબીર સિંહ એક ગુસ્સાવાળો તબીબ છે જે પહેલી નજરે પ્રેમમાં પડી જાય છે અને છોકરી? ફિલ્મની શરૂઆતમાં કબીર સિંહની દાદી કહે છે કે, કબીર સિંહને બાળપણમાં એક સફેદ ઢીંગલી બઉ ગમતી. બસ... આ ઢીંગલી જ હિરોઈન છે જેના ડાયલોગ આંગળીના વેઢે ગણાય એટલા ઓછા. આ ઢીંગલીના પોતાના કોઈ નિર્ણય છે જ નહી. ફિલ્મના ફર્સ્ટ હાફમાં જેમ કબીર સિંહ કે એમ જ કરે છે એટલે જરાક ફિલ્મ ગળે ઉતરે એમ લાગતી નથી. ફિલ્મના બીજા હાફમાં તમને કબીર સિંહ માટે ફિલ થાય જ્યારે પ્રેમ છૂટતા પોતાની જાતને બરબાદ કરી નાખે છે.

આ પણ વાંચો: દિલજીત દોસંજ: કેમ હિન્દીમાં ડબ નથી થતી પંજાબી ફિલ્મો

એન્ગ્રી, આલ્કોહોલિક, ગર્લફ્રેન્ડથી અલગ થયેલો ગુન્ડો બને છે કબીર સિંહ. કબીર સિંહમાં હિરો જેવી કોઈ ક્વોલિટી લાગતી નથી અને આ જ કારણ છે તમને તેની માટે ખરાબ ફીલ થાય. કબીર સિંહ એક સફર છે જે તમને થોડુક પરેશાન કરી શકે છે. એવો સફર જેના અંત સુધીમાં તમને થાક લાગ્યા કરે. શાહિદને એક્ટિંગ માટે 100 માંથી 100 માર્ક્સ પણ ફિલ્મનો ખરેખર હિરો છે તેનુ મ્યુઝિક. ફિલ્મના બધા જ ગીતો સરસ છે. કબીર જોયા પછી તમને ઘણું બધુ જાણવા મળશે કે, શું ન કરવું જોઈએ

કબીર સિહ પહેલા એક ડિસ્ક્લેમર મારવુ જોઈએ, આ તમારા ઘરે, ઓફિસ, પાર્ક કે થિએટરમાં પણ ટ્રાય કરવો જોઈએ નહીં. આર જે જ્હાનવી આપે છે કબીર સિંહને 5માંથી 2 સિટી

bollywood gossips bollywood movie review gujarati mid-day