ભારતમાં જ નહીં ઑસ્ટ્રેલિયામાં પણ ચાલી રહ્યો છે કબીર સિંહનો જાદૂ

22 July, 2019 01:59 PM IST  |  મુંબઈ

ભારતમાં જ નહીં ઑસ્ટ્રેલિયામાં પણ ચાલી રહ્યો છે કબીર સિંહનો જાદૂ

ભારતમાં જ નહીં ઑસ્ટ્રેલિયામાં પણ ચાલી રહ્યો છે કબીર સિંહનો જાદૂ

માત્ર ભારતમાં જ નહીં ઑસ્ટ્રેલિયામાં પણ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહનો જાદૂ ચાલી રહ્યો છે. આ ફિલ્મે અનેક બૉક્સ ઑફિસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. રીલિઝના એક મહિના બાદ પણ કબીર સિંહને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ કબીર સિંહ 2019ની ન માત્ર ભારતની પરંતુ ઑસ્ટ્રેલિયાની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મ કબીર સિંહે જ્યાં એક તરફ ભારતમાં બૉક્સ ઑફિસ પર 2019ની તમામ ફિલ્મોને કલેક્શનના મામલે પાછળ છોડી છે. ત્યાં જ ઑસ્ટ્રેલિયામાં હવે આ ફિલ્મ પહેલા નંબર પર આવી ગઈ છે. ફિલ્મને ગલી બૉયને પાછળ છોડતા ઑસ્ટ્રેલિયામાં પહેલું સ્થાન મેળવી લીધું છે.


ઑસ્ટ્રેલિયામાં 2019માં આવેલી ભારતીય ફિલ્મોની સ્થિતિ

1 કબીર સિંહ -  A$ 1,155,898

2 ગલી બૉય - A$ 944,974

3 ઉરી - A$ 887,921

4. ભારત - A$ 852,506

5. કલંક - A$ 834,037

જો ઘરેલૂ બૉક્સ ઑફિસની વાત કરીએ તો 31માં દિવસે એટલે કે રવિવારે ફિલ્મે સારી કમાણી કરી છે. શુક્રવારે 1 કરોડ 3 લાખની કમાણી કરી હતી. શનિવાર અને રવિવારે પણ ફિલ્મને જોવા માટે દર્શકો પહોંચ્યા હતા. ફિલ્મની કુલ કમાણી 270 કરોડ રૂપિયા થઈ ચુકી છે અને 275 કરોડ રૂપિયા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

કબીર સિંહ 21 જૂને રિલીઝ થઈ છે. તેલુગુ હિટ અર્જુન રેડ્ડીની આ રીમેક શાહિદ કપૂરના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ છે.

shahid kapoor kiara advani