કબીર સિંહ બૉક્સ ઓફિસ કલેક્શન: પહેલા દિવસે કરી આટલી કમાણી

22 June, 2019 01:29 PM IST  | 

કબીર સિંહ બૉક્સ ઓફિસ કલેક્શન: પહેલા દિવસે કરી આટલી કમાણી

કબીર સિંહમાં શાહિદ અને કિયારા

એન્ગ્રી, આલ્કોહોલિક, ગર્લફ્રેન્ડથી અલગ થયેલા લવર કબીર સિંહે સિનેમાઘરોમાં એન્ટ્રી કરી લીધી છે. સિનેમાઘરોમાં શાહિદ કપૂર અને કિયારા આડવાણીની ફિલ્મ કબીર સિંહ સામે પહેલેથી સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ભારત' છે જે 200 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે અને ધમાકેદાર ચાલી રહી છે. દમદાર કોમ્પિટિશન હોવા છતા કબીર સિંહને પહેલા દિવસે જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. કબીર સિંહ સંદીપ વાન્ગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તેલુગુ બ્લૉકબસ્ટર અર્જુન રેડ્ડીની ઑફિશિયલ રીમેક છે.

શાહિદ કપૂર અને કિયારા આડવાણીની ફિલ્મ કબીર સિંહે પહેલા દિવસે બેટિંગ ધમાકેદાર કરી હતી. શાહિદ કપૂરની કબીર સિંહે પહેલા દિવસે 20.21 કરોડની કમાણી કરી છે. ફિલ્મને જોયા પછી દર્શકો દ્વારા સારા રિસ્પોન્સ મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળી શકે છે. શુક્રવારે રિલીઝના દિવસે સારો રિસ્પોન્સ મળ્યા પછી માનવામાં આવી રહ્યું છે કે આ વિકેન્ડ કબીર સિંહના નામે જ રહેશે.

આ પણ વાંચો: અમરીશ પુરીના જન્મ દિવસે તેમની યાદમાં ગૂગલે બનાવ્યુ ડૂડલ

ફિલ્મ કબીર સિંહમાં શાહિદ કપૂરના બે અલગ-અલગ રૂપ જોવા મળશે. પહેલા રૂપમાં તેઓ એક છોકરીને બહુ જ પ્રેમ કરતા નજર આવશે. બીજા રૂપમાં તેઓ ગુસ્સે, સનકી, જિદ્દી અને નશામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને જુઓ તો વધારે સમય શાહિદ કપૂર નશો કરતા અથવા કોઈ વ્યક્તિ પર ગુસ્સો અને લડાઈ કરતા નજર આવી રહ્યા છે. કબીર સિંહ 2017માં આવેલી તેલુગુ બ્લૉક બસ્ટર અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે. જણાવી દઈએ કે શાહિદ કપૂર અને કિયારા અડવાણી પહેલી વાર એક સાથે કામ કરી રહ્યા છે.

box office bollywood gossips gujarati mid-day