RRR માટે શૂટિંગ કરતો અજય દેવગન

31 January, 2020 12:08 PM IST  |  Mumbai

RRR માટે શૂટિંગ કરતો અજય દેવગન

અજય દેવગને ‘RRR’ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે રામ ચરણ અને જુનિયર NTR પણ જોવા મળશે. આ ફિલ્મ ‘બાહુબલી’ સિરીઝના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રામ ચરણે કૅપ્શન આપી હતી કે ‘અજય દેવગન સર, ‘RRR’ના સેટ પર તમારું સ્વાગત છે. મને તમારું કામ પસંદ છે. સાથે જ તમારી પર્સનાલિટીનો હું સૌથી મોટો ફૅન છું. તમારી સાથે કામ કરવાની તક મળવી મારા માટે ખુશીની વાત છે.’

તો બીજી તરફ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જુનિયર NTRએ પણ કૅપ્શન આપી હતી કે ‘ડિયર અજય દેવગન સર, ‘RRR’ના વિશ્વમાં તમારું સ્વાગત કરતાં ખુશી થાય છે.’

ram charan ajay devgn ss rajamouli alia bhatt Regional Cinema News entertaintment