તામિલ ફિલ્મ લવ ટુડેની હિન્દી રીમેકમાં દેખાશે જુનૈદ અને ખુશી?

04 May, 2024 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખુશીએ ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી

જુનૈદ ખાન

આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂરની જોડી જામવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. ખુશીએ ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. જુનૈદની વાત કરીએ તો તેણે બે ફિલ્મોનું શૂટિંગ પણ કરી લીધું છે. આ તેની ત્રીજી ફિલ્મ રહેશે. એવું જાણવા મળ્યું છે કે ૨૦૨૨માં રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘લવ ટુડે’ની હિન્દી રીમેકમાં જુનૈદ અને ખુશી દેખાવાનાં છે. આ હિન્દી રીમેકને ‘ક્વીન’, ‘મસાન’ અને ‘ઉડતા પંજાબ’ના મેકર્સ પ્રોડ્યુસ કરશે. આમિરની ‘લાલ ​સિંહ ચઢ્ઢા’ના ડિરેક્ટર અદ્વૈત ચંદન એ ફિલ્મને ડિરેક્ટ કરે એવી શક્યતા છે. આમિર ખાનની ઇચ્છા હતી કે તે શ્રીદેવી સાથે કામ કરે. જોકે એ પ્રોજેક્ટ કદી બની શક્યો નહીં અને આમિરનું આ સપનું અધૂરું રહી ગયું. એ બન્ને તો સાથે કામ ન કરી શક્યાં, પરંતુ તેમનાં બાળકો એક ફિલ્મમાં સાથે ચમકશે.

aamir khan khushi kapoor sridevi bollywood buzz bollywood news bollywood entertainment news