02 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર એનટીઆર અને પ્રશાંત નીલ
‘RRR’માં દમદાર ઍક્ટિંગ કરીને લોકોનું ધ્યાન ખેંચનાર જુનિયર એનટીઆર અને ‘સાલાર’ના ડિરેક્ટર પ્રશાંત નીલ હવે ‘ડ્રૅગન’ નામની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને ‘NTRNeel’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ જાણવાની ચાહકોમાં ભારે ઉત્સુકતા હતી, પણ હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. હવે આ ફિલ્મની રિલીઝ-ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે પ્રશાંત નીલ અને જુનિયર એનટીઆરની પાવરપૅક જોડી ૨૦૨૬ની પચીસમી જૂને પોતાની દમદાર વાર્તા સાથે થિયેટરમાં આવી રહી છે.
હાલમાં ફિલ્મ ‘ડ્રૅગન’ની વાર્તાની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ આ બહુ ભવ્ય પ્રોજેક્ટ છે. મૈત્રી મૂવી મેકર્સના બૅનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ભરપૂર ઍક્શન, ડ્રામા અને માસ અપીલ હશે. માનવામાં આવે છે કે આ ફિલ્મ ૧૯૬૦ના દાયકાના કલકત્તા પર આધારિત છે. ચર્ચા છે કે આ ફિલ્મ ‘ગોલ્ડન ટ્રાયેન્ગલ’ની વાર્તા છે.