જૉની લીવર જોવા મળશે સર્કસમાં

04 February, 2021 11:26 AM IST  |  New Delhi | Agencies

જૉની લીવર જોવા મળશે સર્કસમાં

જૉની લીવર જોવા મળશે સર્કસમાં

રોહિત શેટ્ટીની ‘સર્કસ’માં રણવીર સિંહ સાથે જૉની લીવર પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં શરૂ થયું છે. એક વૅનિટી વૅન પર જૉની લીવરનું નામ લખવામાં આવ્યું છે. સાથે જ રોહિત શેટ્ટી પ્રોડક્શન્સ પણ લખ્યું છે. એનાથી કન્ફર્મ થાય છે કે ‘સર્કસ’માં જૉની લીવરની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસ, પૂજા હેગડે અને વરુણ શર્મા પણ જોવા મળશે. આ ફિલ્મને રોહિત ડિરેક્ટ કરશે અને ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવામાં આવશે. વૅનિટી વૅનનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને રણવીર સિંહે કૅપ્શન આપી હતી કે ‘ધ વન... ધ ઓન્લી... રોહિત શેટ્ટી પ્રોડક્શન્સ. જૉની લીવર.’

bollywood bollywood news bollywood ssips johnny lever