અર્જુન કપૂરની ક્રૉસ બૉર્ડર ફિલ્મમાં જોવા મળશે જૉન અબ્રાહમ અને અદિતિ રાવ

27 August, 2020 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન કપૂરની ક્રૉસ બૉર્ડર ફિલ્મમાં જોવા મળશે જૉન અબ્રાહમ અને અદિતિ રાવ

‘સ્પેશ્યલ પાર્ટ’માં જૉન અબ્રાહમ અને અદિતિ રાવ હૈદરી

અર્જુન કપૂરની ક્રૉસ બૉર્ડર ફિલ્મમાં ‘સ્પેશ્યલ પાર્ટ’માં જૉન અબ્રાહમ અને અદિતિ રાવ હૈદરી જોવા મળવાનાં છે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ લીડ રોલમાં છે. જૉન અને અદિતિ અર્જુનના ગ્રૅન્ડ પેરન્ટ્સના રોલમાં દેખાશે. ૧૯૪૭માં ભારતની આઝાદીનો કાળ દેખાડવામાં આવશે. ફિલ્મને પ્રોડ્યુસ કરનાર જૉને કહ્યું હતું કે ‘ટીમ અતિશય કાળજી લઈ રહી છે. સાથે જ મિનિસ્ટ્રીએ જે સ્પેશ્યલ ઑપરેટિંગ પ્રોસીજર્સ બહાર પાડી છે એનું પણ પાલન કરવામાં આવશે. એક પ્રોડ્યુસર તરીકે કાસ્ટ અને ક્રૂનું ધ્યાન રાખવું મારા માટે ખૂબ અગત્યનું છે. મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી હું જાણતો હતો કે આ સ્પેશ્યલ પાર્ટ છે. મારા માટે એને ના પાડવી અઘરું હતું.’

આ વિશે અદિતિએ કહ્યું હતું કે ‘જૉન અને હું 1946-47નું કપલ બનવાનાં છીએ. તેમની લવ સ્ટોરી અધૂરી રહે છે જ્યાં સુધી અર્જુનનું કૅરૅક્ટર તેમને નજીક નથી લાવતો. આવી ફિલ્મો ખૂબ ઓછી બને છે. એથી મેં તરત જ હા પાડી દીધી હતી.’

અર્જુન કપૂરે તેની ક્રૉસ બૉર્ડર ફિલ્મની જાહેરાત કરતાં લોકોએ સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. એનાં મીમ્સ બનાવવામાં આવી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બૉલીવુડમાં નેપોટિઝમ પર વિવાદ ઊભો થયો છે. ટ્વિટર પર તેના પર ટીકાનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા યુઝરે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘જે પ્રકારનું હાલમાં વાતાવરણ છે એને જોતાં અર્જુન કપૂર જેવા કલાકારને ફિલ્મમાં લેવા માટે સાહસની જરૂર હોય છે. કાં તો પ્રોડ્યુસર મંદ અથવા તો ઓવર-કૉન્ફિડન્ટ છે. વાત જે પણ હોય, પરંતુ આ ફિલ્મ તો પહેલાંની ફિલ્મો જેવી જ ત્રાસદાયક રહેવાની છે. હવે સમય આવી ગયો છે કે નેપો પ્રોડક્ટ્સને બૉલીવુડ માફિયાઓ સપોર્ટ કરવાનું બંધ કરે.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie arjun kapoor john abraham aditi rao hydari