ઍનિમલ્સને ઑનલાઇન વેચવાની ઍડ પર બૅન લાગવો જોઈએ: જૉન એબ્રાહમ

23 September, 2020 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍનિમલ્સને ઑનલાઇન વેચવાની ઍડ પર બૅન લાગવો જોઈએ: જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમનું માનવું છે કે પ્રાણીઓના ઑનલાઇન વેચાણની ઍડ પર બૅન લાગવો જોઈએ. તેણે ઈ-રીટેલર ક્વિકરને એક લેટર લખ્યો છે અને વિનંતી કરી છે કે જીવિત પ્રાણીઓને ઑનલાઇન ન વેચવાં જોઈએ. આ લેટરમાં જૉને લખ્યું છે કે ‘ડૉગ્સ, કૅટ્સ અને અન્ય પ્રાણીઓને તમારા પ્લૅટફૉર્મ ક્વિકર દ્વારા વેચવામાં આવતાં હોવાથી તમામ પ્રાણીઓની લાઇફ પર રિસ્ક આવી જાય છે. આ ખરીદનારાઓમાં અબ્યુઝિવ લોકો અને ઇમ્પલ્સિવ લોકો પણ હોય છે જેઓ લાઇફટાઇમ સુધી પ્રાણીઓની કૅર કરવા માટે યોગ્ય ન પણ હોય. તેમ જ એમના ટ્રાન્સપોર્ટેશનને કારણે પણ એમની સેફ્ટી જોખમાય છે. શું તમે ઓએલએક્સ અને અન્ય લીડિંગ વેબસાઇટની સાથે જીવિત પ્રાણીઓની ઍડ પર બૅન લગાવી શકો?’

જૉનનું માનવું છે કે તેઓ અડૉપ્શનનું કહે છે, પરંતુ ખરેખર અડૉપ્શનની પ્રક્રિયા જાણીતા અને રજિસ્ટર્ડ એનજીઓ દ્વરા જ થતી હોય છે જેઓ અડૉપ્ટ કરનાર વિશે પૂરતી માહિતી મેળવે છે. ઘણા લોકો છેલ્લે કંટાળીને દુકાનો, બ્રીડર્સ અને ક્વિકર જેવી વેબસાઇટને વેચી દે છે. તેનું એમ પણ કહેવું છે કે મરઘાં અને ઘેટાં-બકરાંને પણ ક્વિકર પર વેચવામાં આવે છે, જેને ગેરકાયદે પ્રાણીઓ વચ્ચે થતી ફાઇટ અથવા તો કતલખાનામાં પણ વેચવામાં આવે છે.

જૉને આ અગાઉ પણ સર્કસમાં ઉપયોગમાં લેવામાં આવતાં પ્રાણીઓ પર બૅન લગાવવા, મુંબઈમાં વાંદરાઓના ડાન્સ સામે અને પંખીઓને આઝાદ ઊડવા દેવા એટલે કે પાંજરામાં ન પૂરવા માટેની ઝુંબેશ ચલાવી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips john abraham