જૉન એબ્રાહમ જોવા મળશે ઑપરેશન ગંગા પરથી બની રહેલી ફિલ્મમાં

10 September, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉન એબ્રાહમ હાલમાં વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો કરવામાં વધુ રસ દાખવી રહ્યો છે.

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમ હાલમાં વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો કરવામાં વધુ રસ દાખવી રહ્યો છે. ‘પરમાણુ : ધ સ્ટોરી ઑફ પોખરણ’, ‘બાટલા હાઉસ’ અને ‘ધ ડિપ્લોમૅટ’ જેવી ફિલ્મો પછી હાલમાં તે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. રિપોર્ટ છે કે જૉન હવે રિયલ લાઇફમાં ઑપરેશન ગંગા પરથી બની રહેલી ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહ્યો છે. એનું ડિરેક્શન ‘ધ ડિપ્લોમૅટ’નો ડિરેક્ટર શિવમ નાયર કરશે. જૉનની નજીકનાં

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં જૉન અભિનયની સાથે-સાથે ફિલ્મનું નિર્માણ પણ કરશે. ‘ઑપરેશન ગંગા’નું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવાની યોજના છે અને હાલમાં એનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. 

શું છે ઑપરેશન ગંગા?

૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. એ સમયે ભારત સરકાર ઑપરેશન ગંગા નામના મિશન હેઠળ આ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે વતન પાછી લાવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૨માં ચલાવવામાં આવેલા આ મિશનમાં અંદાજે ૧૮,૨૮૨ ભારતીય નાગરિકોને ૯૦ જેટલી ફ્લાઇટ્સ દ્વારા ભારત પાછા લાવવામાં આવ્યા હતા. આ ભારતના સૌથી મોટા રેસ્ક્યુ ઑપરેશન્સમાંનું એક હતું.

john abraham ganga bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news upcoming movie