Batla House Collection: જૉન અબ્રાહમની ફિલ્મે કરી આટલી કમાણી

18 August, 2019 12:11 PM IST  |  મુંબઈ ડેસ્ક

Batla House Collection: જૉન અબ્રાહમની ફિલ્મે કરી આટલી કમાણી

જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ પોસ્ટર

ફિલ્મ અભિનેતા જૉન અબ્રાહમની બહુચર્ચિત ફિલ્મ બાટલા હાઉસે પહેલા બે દિવસમાં કુલ 24.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ત્રીજા દિવસે આ ફિલ્મે 10થી 12 કરોડની કમાણી કરવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે અને 3 દિવસનું કલેક્શન 40 કરોડની પાર પહોંચશે એવી વાતો થઈ રહી છે. જો કે આ અત્યાર સુધીનું અનુમાન છે.

નોંધનીય છે કે બાટલા હાઉસ દિલ્હીમાં થયેલા ચર્ચિત એન્કાઉન્ટર પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં એક્શન સિવાય દેશ ભક્તિને પણ કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ ફિલ્મમાં જૉન અબ્રાહમે ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે પહેલા બે દિવસોમાં સારું કલેક્શન કર્યું છે.

જો કે આ ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ કરતાં તુલનામાં ઓછી કમાણી કરી છે. 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિવસની રજાને કારણે આ ફિલ્મને મોટું વીકએન્ડ મળ્યું છે જેમાં 35થી 40 કરોડના કલેક્શનની વાત થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર મિશન મંગલને બરાબર ટક્કર આપી છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

જો કે મિશન મંગલ આ મુકાબલે શ્રેષ્ઠ પુરવાર થઈ છે અને ખૂબ જ ઝડપથી 100 કરોડની વધુ નજીક પહોંચી રહી છે. આ ફિલ્મમાં જૉન અબ્રાહમ સિવાય મૃણાલ ઠાકુર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની કાસ્ટ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બધાએ મળીને ફિલ્મનો પ્રચાર પણ સારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બાટલા હાઉસ પહેલા દિવસની કમાણી મામલે જ્હોન અબ્રાહમની બીજી ફિલ્મ બની ગઈ છે. જ્હોન અબ્રહામની પહેલા દિવસની સૌથી વધારે કમાણીમાં સત્યમેવ જયતે પહેલા સ્થાને છે. આ ફિલ્મે પહેલા દિવસે 18.65 કરોડની કમાણી કરી હતી. બાટલા હાઉસ પહેલા જ્હોનની આ યાદીમાં રેસ-2 બીજા સ્થાને હતી. રેસ-2એ 15.55 કરોડની કમાણી કરી હતી જો કે હવે બાટલા હાઉસ આ યાદીમાં રેસ-2ને પાછળ મુકી બીજા સ્થાને આવી ગયું છે

john abraham bollywood bollywood news bollywood events bollywood gossips