“ધુમ” બાદ ફરી જોન અબ્રાહમ બાઇકના સ્ટંટ જોવા મળશે

28 March, 2019 02:24 PM IST  | 

“ધુમ” બાદ ફરી જોન અબ્રાહમ બાઇકના સ્ટંટ જોવા મળશે

જોન અબ્રાહમ (ફાઈલ ફોટો)

જૉન અબ્રાહમ દિગ્દર્શક રેંસિલ ડિસલ્વાની આગામી ફિલ્મમાં ફરી એકવાર પોતાનો બાઇકર અવતાર બતાવવા માટે તૈયાર છે ફિલ્મના નામની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

જૉન અબ્રાહમની આગામી ફિલ્મ રેંસિલ ડિસલ્વાના નિર્દેશનમાં બની રહી છે જેમાં જૉન અબ્રાહમ ફરી પોતાના બાઇકર અવતારને બતાવવા માટે તૈયાર છે. ફિલ્મના નામની જાહેરાત હજી કરવામાં આવી નથી જૉને બુધવારે કહ્યું હતું કે તેની ફિલ્મની સ્ટોરી બાઇક કેન્દ્રિત છે અને તેથી પ્રોડ્યસરો અજય કપૂર અને ડિસલ્વા સાથે હાથ મેળવ્યો છે.

જોન અબ્રાહમે ટ્વીટ કર્યું

જૉને ટ્વીટ કરીને કહ્યું કે, "એક સ્ટોરી, જે મારી ખૂબ જ નજીક છે. આ પ્રવાસની શરૂઆત માટે ઉત્સાહિત છું." ફિલ્મની શૂટિંગ જુલાઈથી શરૂ થશે. ડિસલ્વાઓ પ્રોમિસ કર્યું છે કે ફિલ્મમાં ભરપૂર રોમેન્સ જોવા મળશે. જૉને આ પહેલા ફિલ્મ 'ધૂમ'માં બાઇક્સ માટે પોતાનું જનૂન દર્શાવ્યું હતું. તેમે એક નિવેદનમાં કહ્યું હતું કે , "આ સ્ટોરી Human relation વિશે છે. મેં બે વર્ષ પહેલાં રાઈડર્સ અને બાઇક્સ પ્રત્યે તેમના પ્રેમ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ આ વિષય પર ઘણી રિસર્ચ અને સમય લગાડવામાં આવ્યો."

આ પણ વાંચો : અર્જુન કપુર અને મલાઇકાના લગ્નને લઇને બોની કપુરે તોડી ચુપ્પી

આ સાથે જ જૉન આવતાં મહીને પોતાની ફિલ્મ 'રોમિયો અકબર વૉલ્ટર'ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે.

john abraham bollywood bollywood news