અર્જુન કપુર અને મલાઇકાના લગ્નને લઇને બોની કપુરે તોડી ચુપ્પી

Published: Mar 28, 2019, 14:15 IST

શું ખરેખર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કરશે લગ્ન? જાણો શું કહ્યું બોની કપૂરે.....

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બોની કપૂર
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બોની કપૂર

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાના લગ્નને લઈને તે ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહ્યાં છે. ચર્ચા એ છે કે બન્ને છેલ્લા ઘણાં સમયથી એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા છે અને હવે લગ્ન કરવાના છે. જો કે બન્નેએ આ બાબતે ક્યારે પણ કોઈ ચોખવટ કરી નથી. ન તો તેઓ આ વાતને સ્વીકારે છે કે ન તો નકારે છે. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે બન્ને ચર્ચમાં લગ્ન કરશે, પણ આ બાબતે અર્જુન કપૂરના પિતા બોની કપૂર કંઈક જુદું જ કહી રહ્યાં છે.

 
 
 
View this post on Instagram

The Adjustment Bureau. @filmfare @the.vainglorious @sheldon.santos

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onMar 23, 2019 at 10:22am PDT

શું કહ્યું બોની કપુરે...?

અર્જુન કપૂરના પિતા અને પ્રૉડ્યુસરે આ બાબતે મૌન તોડતાં કહ્યું કે આ વાત ખોટી છે. વાતચીત દરમિયાન તેમને અર્જુન અને મલાઈકાના લગ્ન વિસે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ખબરોમાં જરા પણ સત્ય નથી.

શું ખરેખર અર્જુન અને મલાઇકાના રીલેશનથી બોની કપુર નારાજ છે...?

મળતી માહિતી મુજબ પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોની કપૂર અર્જુન અને મલાઈકાના સંબંધોથી નાખુશ છે અને ઈચ્છે છે કે મલાઈકા અને અર્જુન પોતાના સંબંધો પૂરા કરી દે. કારણકે તેમના બન્નેના સંબંધોને કારણે બોની કપૂર અને સલમાન ખાનના સંબંધો પર ખરાબ અસર થાય છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે સલમાન, મલાઈકા અને અર્જુનના સંબંધોથી નાખુશ છે અને તેથી જ તેણે બોની કપૂર સાથે પણ અંતર સાધી લીધું છે એટલું જ નહીં પોતાના ઘરે આવવા સુધીની મનાઈ કરી દીધી છે.

આ પણ વાંચો : મલાઈકા અને અર્જુનના લગ્નસંબંધે અર્જુને કહી આ વાત

ઉલ્લેખનીય છે કે આ પહેલાં જ્યારે અર્જુન કપૂરને મલાઈકા સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જ્યારે એવું કાંઈ હશે તોત તમને ખબર પડી જશે. તો બીજી તરફ મલાઈકા એ કહ્યું હતું કે બધાં જીવનમાં આગળ વધીને પ્રેમની શોધ કરે છે અને એવું હોય તો તમે નસીબદાર છો, કારણ તમને ખુશ રહેવાની વધુ એક તક મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK