એક દિવસમાં ૨૧ તરબૂચ ઝાપટી ગયો હતો જૉન એબ્રાહમ : વરુણ ધવન

31 July, 2020 10:13 PM IST  |  Mumbai Desk | Agencies

એક દિવસમાં ૨૧ તરબૂચ ઝાપટી ગયો હતો જૉન એબ્રાહમ : વરુણ ધવન

જૉન એબ્રાહમ સાથે વરુણ ધવન

વરુણ ધવને જણાવ્યું હતું કે ‘ઢિશુમ’ના શૂટિંગ દરમ્યાન જૉન એબ્રાહમે એક દિવસમાં 21 તરબૂચ ખાધાં હતાં. ‘ઢિશુમ’ને વરુણના ભાઈ રોહિત ધવને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મે તાજેતરમાં જ તેની રિલીઝનાં ૪ વર્ષ પૂરાં કર્યાં હતાં. જૉન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણ ધવને કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ઢિશુમ’ને ૪ વર્ષ પૂરાં થયાં છે. આ એક બેસ્ટ ટીમ હતી જેની સાથે મેં કામ કર્યું છે. મારા બે મોટા ભાઈઓ હંમેશાં મારી પડખે ઊભા રહે છે. મને લાગે છે કે કદાચ ફરીથી અમે સાથે કામ કરીશું. રણમાં શૂટિંગ કરતી વખતે જૉન એકસાથે ૨૧ તરબૂચ એક જ દિવસમાં ખાઈ ગયો હતો.’

bollywood bollywood news bollywood gossips john abraham varun dhawan