સલમાન ખાનને આ મામલામાં જોધપુરની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

17 June, 2019 04:02 PM IST  | 

સલમાન ખાનને આ મામલામાં જોધપુરની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

સલમાન ખાન

કાળિયાર હરણ ગેરકાયદે શિકાર કેસમાં એફિડેવિટ દાખલ કરવાના મામલે જોધપુરની કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યા. એએનઆઈ રિપોર્ટ અનુસાર સલમાનના વકીલે દલીલ કરી હતી કે એમનો ઈરાદો કોર્ટમાં ખોટી એફિડેવિટ જમા કરાવવાનો નહીં હતો.

1998માં જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયાર હરણનો શિકાર કરવાનો આરોપ હતો. જેમાં સલમાન પર ચાર કેસ કરવામાં આવ્યા હતાં. ત્રણ કેસ કાળિયાર હરણ કેસના તથા એક કેસ આર્મ્સ એક્ટ હેઠળ થયો હતો.

સલમાન ખાન પર હતો આ આરોપ

ગયા વર્ષે સલમાનને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને પોતાનું લાઈસન્સ કોર્ટમાં જમા કરાવવાનું હતું. સલમાને કોર્ટમાં એફિડેવિટ જમા કરાવતા દલીલ કરી હતી કે તેનું લાઈસન્સ ખોવાઈ ગયું છે. તેના પર આરોપ હતો કે સલમાન પાસે લાઈસન્સ છે અને તેણે રિન્યૂ માટે આપ્યું છે. સલમાનની એફિડેવિટને ખોટી ગણાવવામાં આવી હતી અને કોર્ટ આ કેસમાં ચુકાદો આપ્યો હતો. હાલમાં સલમાન ખાન જામીન પર છે.

આ પણ વાંચો : જુઓ બિગ-બોસ 12ની કન્ટેસ્ટન્ટ નેહા પેંડસેની કાતિલ અદા

જાણકારી મુજબ એની પહેલા એપ્રિલ મહિનામાં કાળિયાર હરણ શિકાર કેસમાં CJI ગ્રામિણ કોર્ટના આદેશ વિરૂદ્ધ સલમાન ખાન તરફથી દાખલ અપીલ પર સુનવણી ટળી ગઈ હતી. કોર્ટે મામલાની આગામી સુનવણી માટે 4 જૂલાઈની તારીખ આપી છે સાથે જ એ દરમિયાન સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. હકીકતમાં કોર્ટમાં વરિષ્ઠ વકીલ મહેશ બોરાની તબિયત ખરાબ થવાથી સલમાન ખાનના વકીલે કોર્ટથી બીજી તારીખ માંગી હતી.

Salman Khan bollywood news jodhpur