‘ડ્રાય ડે’માં સિસ્ટમ વિરુદ્ધ જોવા મળશે જિતેન્દ્ર કુમાર

13 December, 2023 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે શ્રિયા પિલગાંવકર અને અનુ કપૂર પણ દેખાશે. આ કૉમેડી ડ્રામાની સ્ટોરી દેશના એક નાનકડા ગામની છે જેમાં ગન્નુ રહેતો હોય છે. આ પાત્ર જિતેન્દ્ર દ્વારા ભજવવામાં આવ્યું છે.

`ડ્રાઇ ડે` પોસ્ટર

જિતેન્દ્ર કુમાર હવે ‘ડ્રાય ડે’માં સિસ્ટમ વિરુદ્ધ જોવા મળશે. ‘કોટા ફૅક્ટરી’ અને ‘પંચાયત’ માટે તે જાણીતો છે. તે હવે કૉમેડી-ડ્રામા ‘ડ્રાય ડે’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રિયા પિલગાંવકર અને અનુ કપૂર પણ દેખાશે. આ કૉમેડી ડ્રામાની સ્ટોરી દેશના એક નાનકડા ગામની છે જેમાં ગન્નુ રહેતો હોય છે. આ પાત્ર જિતેન્દ્ર દ્વારા ભજવવામાં આવ્યું છે. સૌરભ શુક્લા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને પ્રાઇમ વિડિયો પર ૨૨ ડિસેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં પ્રોડ્યુસર નિખિલ અડવાણીએ કહ્યું કે ‘અમારી ‘ડ્રાય ડે’ એક સોશ્યલ સટાયર છે જેમાં ટ્રૅજિક-કૉમેડી ઑફ એરરની સાથે ડ્રામા અને ઇમોશન્સ પણ જોવા મળશે. આલ્કોહૉલિઝમ વિશે આ ફિલ્મ મહત્ત્વનો મેસેજ પણ આપશે. આ ફિલ્મમાં કામ કરવા વિશે હું પોતાને નસીબદાર સમજું છું. ‘મુંબઈ ડાયરીઝ’ની અમારી અદ્ભુત સફળતા બાદ પ્રાઇમ વિડિયો સાથેના અમારા સંબંધ વધુને વધુ સ્ટ્રૉન્ગ થતા ગયા છે. આ નરેટિવને લોકો કેવો રિસ્પૉન્સ આપે છે એ જોવું રહ્યું.’

shriya pilgaonkar bollywood news entertainment news saurabh shukla panchayat